Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“ગાથા- ગૌરવવંતી ગુજરાતણ” દ્વારા ૨૮ સ્ત્રીઓના “સંઘર્ષનું સરનામું” પુસ્તકનું વિમોચન કરાયું

(Rizwan Ambaliya)

આ પુસ્તકમાં ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે વસતી 28 સ્ત્રીઓના સંઘર્ષની ગાથાનું આલેખન કરવામાં આવ્યું છે.

અમદાવાદ,૨૦

શહેરના અમદાવાદ મેનેજમેંટ એસોસિયેશન હોલમાં તારીખ 20 ઓગસ્ટ, રવિવારે સવારે 9.30 વાગ્યાથી “સંઘર્ષનું સરનામું” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “ગાથા-ગૌરવવંતી ગુજરાતણ” સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સંસ્થા ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતની બહેનોને આગળ લાવવા માટે કામ કરે છે. આ પુસ્તકમાં ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે વસતી 28 સ્ત્રીઓના સંઘર્ષની ગાથાનું આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પરિકલ્પના વર્ષા મજેઠીયાની હતી અને સંપાદન ભૂમિકા વિરાણીએ કર્યું છે. આ પુસ્તક માટે આશરે 75 જેટલી બહેનોએ ફોર્મ ભર્યા હતાં એમાંથી 28 બહેનોની ગાથા લેવામાં આવી છે. આ ગાથામાં સ્ત્રીઓના સંઘર્ષ અને એમની સફર લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપશે.

આ 28 બહેનોની પસંદગી નિર્ણાયક રીમા શાહ અને તેજલ વસાવડા થકી થઈ હતી. આ વિમોચન પ્રસંગે તમામ 28 બહેનો અમદાવાદ ખાતે હાજર રહી હતી અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બિજલબેન પટેલ (પૂર્વ મેયર અમદાવાદ), સોનલબેન જોશી (એડવોકેટ), ડૉ. ફાલ્ગુની વસાવડા (પ્રોફેસર, સોશિયલ મીડિયા ઈનફ્લૂએન્સર), મોના થીબા (એકટર), નેહા શાહ (ફિટનેસ પ્રોફેશનલ), જ્યોતિ ઉનડકટ (લેખક, પત્રકાર) ઉપસ્થિત રહ્યા હતાં. આ પુસ્તકનો મુખ્ય હેતુ નારીના સંઘર્ષને, એનાં કામને લોકો સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમનું સંચાલન ભૂમિકા વિરાણીએ કર્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *