ગાંધીનગર,
ગાંઘીનગરના વાવોલના શાંતિનગર ફ્લેટમાં રહેતા માતા પાયલબા અને પિતા પ્રભાતસિંહ ચાવડાની સાડા પાંચ વર્ષીય દિકરી કાવ્યાને પગની આંગળીઓ ઉપર ચાલવાની કુદરતી બક્ષિસ મળી છે. બાળપણમાં ઘરમાં આ રીતે ચાલતી હોવાથી તેના માતા અને પિતાએ તેને ચાલવા માટે પ્રેરણા આપી હતી. ઉપરાંત દિકરીના મોટાપપ્પા વિરેન્દ્રસિંહ ચાવડાએ દિકરીને પ્રોત્સાહિત કરીને તેને સતત છ માસ સુધી ઘરમાં જ પ્રેક્ટીસ કરાવી હતી. પ્રેક્ટીસને અંતે બાળકીને ચાલવામાં ફાવટ આવતા ઇન્ડિયા રેકોર્ડ બુકનો સંપર્ક કરીને જાણ કરી હતી. આથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા કાવ્યાબા ચાવડાને ચલાવાતા તેણીએ માત્ર ૪ મિનીટ અને ૨૩ સેકન્ડમાં ૨૦૦ મીટરનું અંતર ચાલીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આથી તેણીનું સ્થાન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
ગાંઘીનગરના વાવોલના શાંતિનગર ફ્લેટમાં રહેતી ધો. ૧માં અભ્યાસ કરતી કાવ્યાને પગની આંગળીઓ ઉપર બાળપણથી ચાલતી હોવાથી તેને પરિવારે પ્રોત્સાહિત કરી હતી. દિકરી કેન્દ્રિય વિદ્યાલય, સેક્ટર-૩૦ ખાતે ધોરણ-૧માં અભ્યાસ કરે છે. દિકરીના પિતા પ્રભાતસિંહ પાણી પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ક્લાર્ક તરીકે નોકરી કરે છે. માતા પાયલ ગૃહિણી છે. પગની આંગળી ઉપર ચાલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર મૂળ પડુસ્માના વતની અને વાવોલમાં રહેતી સાડા પાંચ વર્ષીય દિકરીને ગોલ ગ્રીનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.