અમદાવાદ AMC દ્રારા અન્ડરપાસમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને બદલે ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો
અમદાવાદ,
શહેરમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને સ્થાને ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે. મકરબા અંડરપાસમાં સ્વચ્છતા સર્વેક્ષણ અતર્ગત પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે એવામાં અહીં ગાંધીજીના ત્રણ વાંદરાની સાથે ચોથો વાંદરાએ ભારે વિવાદ સર્જ્યો છે.
આપણે જાણીએ છીએ કે, એક સત્યનો સંદેશ આપતા પ્રતીકાત્મક ગાંધીજીના ત્રણ વાંદરા છે. અહીં એમસીએ આ ત્રણ વાંદરાની સાથે ચોથા વાંદરાનો ઉમેરો કરતાં વિવાદ સર્જાયો છે. જાેકે સાંકેતિક રીતે આંખ કાન અને મોં બંધ રાખતા વાંદરાઓની સાથે મોબાઈલ વાળો વાંદરો નજરે પડે છે, જે વિવાદનું કારણ બન્યો છે.
ઉલ્લેખનિય છે કે, ગાંધીજીના ત્રણેય વાંદરા સંદેશો પાઠવે છે કે, “અસત્ય બોલવું નહિ, અસત્ય સાંભળવુ નહી અને અસત્ય જાેવુ પણ નહિ” ટૂંકમાં ગાંધીજી આ ત્રણ વાંદરાના પ્રતીકાત્મક ચિત્ર દ્રારા સત્યના માર્ગને અનુસરવાનો સંદેશ આપે છે. જ્યારે અહીં મકરબા અન્ડરપાસમાં કરેલી પેઇન્ટિંગમાં આ ચોથો વાંદરો પણ મૂકાયો છે. જેમા તે મોબાઈલ લઈને બેઠો છે. ચોથો વાંદરો શું સૂચન કરી રહ્યો છે કે, મોબાઈલ જુઓ કે ના જુઓ જાે કે, અત્યારે ૨૧મી સદીમાં સૌથી વધુ લોકો મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. આ સ્થિતિમાં મોબાઇલ સાથેનો આ વાનર શું સંદેશ આપે છે તે પણ એક સવાલ છે.