શહેરના પૂર્વ વિસ્તારના લોકોએ શાંતિના માહોલમાં જુલુસ કાઢીને અમન, ભાઈચારા અને કૌમી એકતાનો મેસેજ તમામ દેશ વાસિયોને આપ્યો હતો.
અમદાવાદ,તા.૨૮ ગુરુવાર
આજરોજ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં “ઈદ-એ-મિલાદુન્નબી”નો જશ્ન બનાવવામા આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જુલુસમાં હિન્દુ ભાઈઓએ તથા ગોમતીપુર ગામના લોકો અને મણકીવાલા આશ્રમના મહારાજ તેમજ મોટાવણકર વાસ મંદિરના સભ્યો તથા નગરી મીલ સાત ચાલીના દલિત ભાઈઓએ કમિટી સભ્યોનું ફુલહાર કરી કૌમી એકતાનો બહુ મોટો સંદેશો આપ્યો હતો.

“ઈદ-એ-મિલાદુન્નબી” અને “ગણેશ વિસર્જન”ના ખુશીના ત્યોહારના પ્રસંગે ખાસ દુઆ કરવામાં આવી હતી જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં તથા સમગ્ર ભારતમાં કૌમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.