પ્રતિકાત્મક તશવીર
ન્યુ દિલ્હી,
કોરોનાને મ્હાત આપવા ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટા ભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સિન લઈ રહ્યા છે. જો કે હજી કોવિશીલ્ડને ઘણા દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ કારણે કોવિશીલ્ડ વેક્સિન લેનારા મુસાફરોને યુરોપીય સંઘના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી નહીં આપે. યુરોપીય સંઘના અનેક દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધા છે જે યુરોપીય લોકોને કામ અથવા પર્યટન માટે સ્વતંત્રરૂપે આવવા-જવાની મંજૂરી આપશે. કોવિશીલ્ડ વેક્સિન લેનારી વ્યક્તિ યુરોપીય સંઘ (EU)ના ગ્રીન પાસ અથવા વેક્સિન પાસપોર્ટ માટે યોગ્ય નથી.