રાજકોટ,
હસમુખ પાંચાણીના આપઘાતની જાણ થતા સગાસંબંધી દોડી ગયા રેસ્ટોરન્ટના ધંધામાં સારૂએવું નામ ધરાવતા અને સૌ પ્રથમ ગોંડલ રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ ચાલુ કરી સારી એવી નામના મેળવ્યા બાદ હસમુખભાઈ પાંચાણીએ યુનિવર્સિટી રોડ પર પણ પટેલ વિહાર રેસ્ટોરન્ટની બ્રાંચ શરૂ કરી હતી.
વહેલી સવારે હોલમાં પંખા સાથે ચૂંદડી બાંધી જીવનલીલા સંકેલી લીધી, પરિવારજનો શોકમગ્ન કોરોના કાળની સૌથી વધુ અસર ધંધા રોજગાર પર પડી છે. ત્યારે બે વર્ષના કોરોના કાળના કારણે મગજ ભમવા લાગતા રાજકોટમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ ધરાવતા પ્રૌઢે વહેલી સવારે તનાવના કારણે ગળેફાંસો ખાઈ લઈ જીવન લીલા સંકેલી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સગા સબંધીઓ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી ગયા હતા. આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આનંદ બંગલા ચોક કૃષ્ણનગર મેઈન રોડ પર ધોળકિયા સ્કુલ પાસે આવેલ આવકાર સ્કવેર બિલ્ડીંગમાં રહેતા હસમુખભાઈ પરસોતમભાઈ પાંચાણી (ઉ.વ.65) પટેલ પ્રૌઢે વહેલી સવારે 4 વાગ્યે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની પરિવારજનોને જાણ થતા 108ને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે દોડી ગયેલી 108ની ટીમે પટેલ પ્રૌઢને મૃત જાહેર કર્યા બાદ માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ ધરાવતા હસમુખભાઈ પાંચાણીએ વહેલી સવારે 4 વાગ્યે પોતાના હોલમાં પંંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
વહેલી સવારે 4 વાગ્યે હસમુખભાઈ પાંચાણીના પત્ની જાગ્યા ત્યારે પતિ રૂમમાં જોવા મળ્યા નહોતા જ્યારે હોલમાં તપાસ કરતા પતિનો મૃતદેહ લટકતો જોઈને અવાચક બની ગયા હતા અને રૂમમાં સુતેલા નાના પુત્રને જગાડ્યો હતો. આ ઘટનાની જાણ થતા માલવિયાનગર એ.એસ.આઈ. ગીતાબેન પંડ્યા ઘટના સ્થળે દોડી જઈ પુછપરછ કરતા પરિવારજનો દ્વારા કોરોના કાળ બાદ હસમુખભાઈ સતત ટેન્શનમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. કોરોના કાળમાં બે વર્ષ સુધી રેસ્ટોરન્ટનો ધંધો ઠપ્પ થઈ ગયો હતો. જેના કારણે પટેલ પ્રૌઢ આર્થીંક ભીંસમાં આવી ગયા હતા. જો કે તેમના ત્રણેય પુત્રોએ ધંધો સંભાળી લીધો હતો. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે પટેલ પ્રૌઢ ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હોવાનું અને તેમને સંતાનમાં ત્રણ દિકરા છે જેમાં મોટા બે દિકરા અલગ રહે છે. જ્યારે નાનો દિકરો સાથે રહેતો હતો. ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ ધરાવતા હસમુખભાઈ પાંચાણીએ મોડીરાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો વહેલી સવારે 4 વાગ્યે પત્ની જાગ્યા ત્યારે પતિ રૂમમાં નજરે નહી પડતા હોલમાં તપાસ કરતા પતિને લટકતા જોઈને પત્ની અવાચક થઈ બેભાન થઈ ગયા હતા. હસમુખ પાંચાણીના આપઘાતની જાણ થતા સગાસંબંધી દોડી ગયા હતા.
રેસ્ટોરન્ટના ધંધામાં સારૂએવું નામ ધરાવતા અને સૌ પ્રથમ ગોંડલ રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ ચાલુ કરી સારી એવી નામના મેળવ્યા બાદ હસમુખભાઈ પાંચાણીએ યુનિવર્સિટી રોડ પર પણ પટેલ વિહાર રેસ્ટોરન્ટની બ્રાંચ શરૂ કરી હતી. સમાજમાં અને પરિવારમાં સારી એવી નામના ધરાવતા હસમુખભાઈએ આપઘાત કરી લીધાની વહેલી સવારે જાણ થતા મોટી સંખ્યામાં સગા સબંધીઓ સમાજના આગેવાનો અને ધંધાર્થીઓ પોસ્ટ મોર્ટમ રૂમે ધસી ગયા હતા.