ભૂવનેશ્વર,તા.૨
આખો દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. કોરોના કાળમાં દેશ પ્રત્યે જવાબદારી નિભાવીને ઘણા લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં ઘણા પત્રકારો પણ શામેલ છે. આંકડા અનુસાર અત્યાર સુધી ૧૬૮ પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. એવામાં ઓરિસ્સા સરકારે પત્રકારોના પક્ષમાં એક મહત્વનો ર્નિણય લઈને તેમને “ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ” ઘોષિત કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકની ઑફિસ(સીએમઓ)એ આ માહિતી આપી છે.
સીએમએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે ઓરિસ્સાના મુખ્યમંત્રીએ રાજ્યના કામકાજી પત્રરાકોને “ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ” ઘોષિત કર્યા. તેમણે કહ્યુ કે પત્રકાર નિર્બાધ સમાચાર આપીને રાજ્ય માટે સારુ કામ કરી રહ્યા છે. કોરોના અને તેની સાથે જાેડાયેલ મુદ્દાઓ પર લોકોને જાગૃત કરી રહ્યા છે અને કોરોના સામે લડાઈમાં પોતાનુ મહત્વનુ યોગદાન આપી રહ્યા છે.
આ ઉપરાંત સીએમઓએ કહ્યુ કે ફરજ દરમિયાન કોરોનાથી મરનાર પત્રકારોના પરિવારોને ૧૫ લાખ રૂપિયાની અનુગ્રહ રકમ આપવામાં આવી રહી છે. આનાથી રાજ્યના ૬૯૪૪ કામકાજી પત્રકારોને ફાયદો થશે.
સીએમઓએ આગળ કહ્યુ કે રાજ્યના ૬૯૪૪ કામકાજી પત્રકારોને ગોપબંધુ સંભાદિકા આરોગ્ય વીમા યોજના હેઠળ કવર કરવામાં આવ્યા છે અને તેમને ૨-૨ લાખ રૂપિયાનુ આરોગ્ય વીમા કવર મળી રહ્યુ છે. રાજ્યના આરોગ્ય વિભાગે રવિવારે જણાવ્યુ કે ઓરિસ્સામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૧૫ નવા કોવિડ-૧૯ના કેસ સામે આવ્યા જ્યારે આ દરમિયાન ૫૬૩૪ લોકો રિકવર થયા જ્યારે ૧૪ લોકોના મોત થઈ ગયા.