Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન

કોરોના રોગચાળાના આ સમયગાળા દરમિયાન , એનેસ્થેસિયોલોજિસ્ટોએ કોરોનાની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રખ્યાત એનેસ્થેસિયોલોજિસ્ટ્સના તબીબી અનુભવોને તબીબી વિદ્યાર્થીઓને ઉપયોગી શિક્ષણમાં ફેરવતા, ડો.હિના છાનવાલ (પ્રોફેસર અને હેડ – એનાસ્થેસિઓલોજી, જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ), ડો.અમિત કોહલી (મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અને લોકનાયક હોસ્પિટલ, નવી દિલ્હી) અને ડો.અભિજિત કુમાર (વીએમએમસી, સફદરજંગ હોસ્પિટલ, નવી દિલ્હી) દ્વારા રચિત અને સંપાદિત “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તક બધા એનેસ્થેસિયોલોજિસ્ટના રેસિડેન્ટ ડોક્ટરોને COVID-19ના સંપૂર્ણ પાસાઓને સંક્ષિપ્ત કરે તે હેતુથી રચવામાં આવ્યું છે .

આ પુસ્તકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 51 પ્રતિષ્ઠિત લેખકોના COVID-19 ના વિવિધ પાસાઓની સમજણના જ્ઞાનના સારરૂપે 24 પ્રકરણ અને 300 પાનામાં આવરેલ છે, જે બધા રેસિડેન્ટ ડોક્ટરને કોરોનાની સમજ માટે ઉપયોગી છે. આ પુસ્તક ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક 18 જૂન 2021ના ​​રોજ જીસીએસ હોસ્પિટલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *