એડવોકેટ મેહુલ બોગરા મામલો : સુરત શહેર પોલીસ તમારા માટે તમારી સાથે, સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો ૩૦૭ તથા રાયોટીંગ વગેરે હેઠળનો ગુનો દાખલ
18મી ઓગસ્ટનાં રોજ એડવોકેટ મેહુલ બોગરા દ્રારા ફેસબુક ઉપર લાઇવ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં દેખાતા બનાવ બાબતે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો ૩૦૭ તથા રાયોટીંગ વગેરે હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની ન્યાયિક તપાસ હાલ ચાલુ છે. ત્યારે જે ગુના સબંધે ગુન્હામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુન્હાની તપાસ A.C.P એ ડીવીઝનને સોંપવામાં આવી છે.
આ સાથે સમગ્ર બનાવમાં પોલીસના વર્તન અને ભૂમિકા સબંધે પ્રાથમિક તપાસ શરદ સીંઘલ, અધિક પોલીસ કમિશનર, ટ્રાફિક એન્ડ ક્રાઇમ, સુરત શહેરનાઓને સોંપવામાં આવી છે. તેમજ ગુન્હામાં સંડોવાયેલ ટ્રાફિક બ્રીગેડ (ટી.આર.બી)ને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે.
ત્યારે મહત્વનું છે કે ભવિષ્યમાં સુરત શહેરના નાગરિકોને ટ્રાફિક પોલીસ અને ખાસ કરીને ટી.આર.બી (TRB) તરફથી કોઇ પણ પ્રકારની હેરાનગતિ જણાઇ આવે તો તાત્કાલિક નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક, તથા અધિક પોલીસ કમિશનર, ટ્રાફિક એન્ડ ક્રાઇમ તેમજ પોલીસ કમિશનર, સુરત શહેરનાઓનો સંપર્ક કરી શકે છે. તેમ જાણવામાં આવ્યું હતું.
ત્યારે મહત્વનું છે કે સુરત પોલીસ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે. પોલીસ તેમજ ટી.આર.બી દ્રારા આવી કોઇપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ સુરત શહેર પોલીસ દ્રારા કોરોના કાળમાં, ગુજસીટોકમાં સંડોવાયેલ મોટા તમામ ગુન્હેગારોને જેલમાં મોકલવામાં તેમજ નશાના ધંધા, સાયબર ક્રાઇમ વિરૂધ્ધ દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે.