ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખ અને મેનેજીંગ તંત્રી હાશિમ શેખે મેયર શ્રી કિરીટ પરમારને રૂબરૂમાં રજૂઆત કરી
અમદાવાદ,તા.૨૮
શહેરમાં આગામી તારીખ 9/10/2022 અથવા 10/10/2022ના રોજ (ઇસ્લામી હિજરી ચાંદ પ્રમાણે) મહાન પયગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મદિવસ નિમતે જમાલપુર દરવાજાથી નીકળતા ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખ અને મેનેજીંગ તંત્રી હાશિમ શેખે મેયર શ્રી કિરીટ પરમારને રૂબરૂમાં રજૂઆત કરી હતી કે, પરંપરાગત રૂટ પ્રમાણે જમાલપુરથી વેશ્ય સભા, ખમાસા ચાર રસ્તાથી પારસી અગિયારી, હોપ માર્કેટ, ઢાલગરવાડ, ભદ્રપ્લાઝા, ખાસ બજાર ચોકી, ભદ્ર મંદિર પાસે, તાર ઓફિસ, કારંજ પોલીસ સ્ટેશનની પાછળ, અલીફની મસ્જિદ, ભદ્ર પ્લાઝામાં ભટીયાર ગલીના નાકે, ત્રણ દરવાજા પાસે, કોલસા ગલી, મેમણ હોલ, પથ્થરકુવા પેટ્રોલ પંપ, રીલીફ રોડ, વીજળી ઘર, જાળીવાળી મસ્જિદ, દિન બાઈ ટાવર, મિરઝાપુર જન સત્તા પ્રેસ, મિરઝાપુર મટન માર્કેટ ચોક સુધી જુલુસના રૂટ ઉપર ડામર, પથ્થર લેવલિંગ, આરસીસી પેવીંગ, તેમજ મેઈલના ડાકડા તથા સ્ટ્રીટ લાઈટો અને રૂટના રોડ ઉપર ઉભરાતી ડ્રેનેજ (મેન હોલ) અને પાણીની છબીલો ઉપર ટેન્કર દ્વારા પાણી તેમજ ટોયલેટ, વાહનો અને રૂટ ઉપર સફાઈ, બીલીચીન પાવડર છંટકાવ અને કોર્પોરેશન તરફથી મળતી તમામ સુવિધા આપવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.


આગળ મેયર શ્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઉપરોકત ઈદેમિલાદુન્નબીના જુલુસનું પરંપરાગત રીતે રૂટ ઉપર કામગીરી કરાવવા પોતે જુલુસના રૂટ ઉપર આવી અને પોતે નિરીક્ષણ કરવા વિનંતી કરી હતી.