Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

આ તસવીર દેશમાં સ્વચ્છતા માટે બીજા નંબરે ડંકો વગાડનાર સુરત શહેરની છે

સ્વચ્છતાનો દાવો પોકળ કરતી સુરતની ગંદકીની તસવીરો સામે આવી.

રાંદેર શીતલ ચાર રસ્તા પાસે આવેલા બાપુનગર પાસે ગંદકીને લઈને રહીશો ત્રાહિમામ.

અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં, યોગ્ય કામગીરી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી.

સુરત,તા.૦૭

રાંદેર શીતલ ચાર રસ્તા પાસે આવેલા બાપુનગર પાસે ગંદકીને લઈને રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. અહીં ઉભરાતી ગટરથી અને ગંદકીથી લોકો ત્રાસી ગયા છે. અહી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સુરતના શીતલ ચાર રસ્તા પાસે આવેલ બાપુનગરના આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો જોઈને તમને ચોક્કસથી સવાલ થશે કે સુરતને સ્વછતામાં નંબર કઈ રીતે મળ્યો છે. સુરતના બાપુનગર વિસ્તારમાં પારાવાર ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં ઉભરાતી ગટરથી અને ગંદકીથી લોકો ત્રાસી ગયા છે. અહી કોરપરેશનની કચરાની ગાડી પણ નિયમિત આવતી નથી અને તેને લઈને આ વિસ્તારમાં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય છે. આ અંગે તેઓએ વારંવાર સુરત મનપામાં ફરિયાદ કરી છે. તેમ છતાં તેમની સમસ્સયાનો કોઈ નિકાલ થતો નથી.

મહત્વનું છે કે આ ગંદકીની નજીકમાં જ આંગણવાડી આવેલ છે. જ્યાં નાના નાના બાળકો આવે છે. ત્યારે આંગણવાડીથી માત્ર 50 ફૂટના અંતર પર જ પારાવાર ગંદકીનું સામ્રાજ્ય છે. જેને લઈને અહીં આવતા બાળકોએ આ ગંદકીમાંથી પસાર થઇને આવવું પડે છે. ત્યારે અહીંના લોકોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. અહિના લોકો આ ગંદકીને કારણે ખુબ જ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમ છતાં તેઓની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી. ત્યારે સ્વચ્છ સુરત સુંદર સુરતના બણગા ફૂંકતા શાસકોને શું આ ગંદકી દેખાતી નથી.  તે સવાલ ઉભો થાય છે. ત્યારે આ વિસ્તારમાં નિયમિત કચરાની ગાડીઓ આવે અને ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ થાય તેવી અહીંના સ્થાનિકોની માંગ છે.

ત્યાંના રેહવાસી મેમણ અબ્દુલ અલી કાદરભાઈએ જણાવ્યું હતું કે “અહી ગંદકીને લઈને રહેવાનું મુશ્કેલ બન્યું છે. અહી ડીમોલીશન બાદ અહી ગટર સહીતની સમસ્યા છે. અહી કચરાની ગાડી પણ સમયસર આવતી નથી. અહી ગંદકીને લઈને સ્વાસ્થ્ય સામે પણ સવાલ ઉભા થયા છે. રહીશો બીમારીનો ભોગ બને તેવી શક્યતા રહેલી છે. આ અંગે અનેક ફરિયાદો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.”

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *