આવો આપણે એકબીજાની ધાર્મિક ભાવનાઓ તથા આસ્થાનું સન્માન કરી ભારત જોડો અભિયાન સફળ બનાવીએ : ગ્યાસુદ્દીન શેખ
શાહપુર દરવાજા બહાર સર્વોદયનગર સોસાયટીમાં અંબે માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત મહાપ્રસાદમાં સર્વ ધર્મ સમભાવનાનો મેસેજ આપવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાજર રહી એકબીજાના ધર્મોની ભાવનાઓ તથા આસ્થાનું સન્માન કરવાનું શ્રેષ્ઠ દ્દષ્ટાંત પુરુ પાડ્યું
અમદાવાદ,તા.૧૯
શહેરના શાહપુર દરવાજા બહાર આવેલ સર્વોદય નગર સોસાયટીમાં અંબે માતા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ ધર્મ સમભાવના પ્રતિક એવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ પ્રસંગે હાજરી આપી હતી. સર્વોદય સોસાયટી, શાહપુરના પ્રમુખ અશોકભાઈ પટેલ, ભાલચંદ્રભાઈ તથા સોસાયટીના ટ્રસ્ટી મંડળ સહિત કોંગ્રેસ અમદાવાદના મહામંત્રી બ્રિજેશ શર્મા તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રહીશો – અનિલભાઈ, મિતુલભાઈ, નરેન્દ્રભાઈ, પ્રજ્ઞેશભાઈ, નિલેશભાઈ, પ્રશાંતભાઈ, જગદીશભાઈ, શેતલભાઈ (ભાઉ) , મહેન્દ્રભાઈ, સતિષભાઈ, શિલ્પનભાઈ, મહેશભાઈ, પ્રફુલભાઇ, પ્રિતેશ, શિલ્પનભાઈ, લાલાભાઇ, જય, વિકાસ, વિરલ, રોનક, યશ, પિયુષ, અમન, પ્રથમ દ્વારા ભવ્ય સ્વાગત-સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાહપુર દરવાજા બહાર સર્વોદયનગર સોસાયટીમાં અંબે માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત મહાપ્રસાદમાં સર્વ ધર્મ સમભાવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું કે, “આવો આપણે એકબીજાની ધાર્મિક ભાવનાઓ તથા આસ્થાનું સન્માન કરી ભારત જોડો અભિયાન સફળ બનાવીએ” આ સાથે સદભાવનાનો મેસેજ પણ આપ્યો હતો.