Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : SOGએ નશા માટે વપરાતી કફ શિરપની બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી

SOGએ બે આરોપીની ધરપકડ કરી 477 બોટલ કફ શિરપ કબ્જે કરી છે, બે આરોપી ફરાર છે

એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા

અમદાવાદ,

શહેરમા દારુ કે પછી ડ્રગ્સની સાથે હવે નશાકારક દવાઓનુ સેવનનું પ્રમાણ વધી રહ્યુ છે. ખાસ કરીને જે દવાઓમા નશાનુ પ્રમાણ વધારે છે તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા પોલીસે પણ આવા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે કર્યો છે. 

SOGએ એવા જ ગુનામા બે આરોપીની ધરપકડ કરી 477 બોટલ કફ શિરપ (Cough Syrup) કબ્જે કરી છે. સાથે જ ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ SOGની કસ્ટડીમાં રહેલા બે આરોપી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મી બંને આરોપીને એસ.ઓ.જી.એ ૪૭૭ નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડયા છે.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે કફ શિરપનો આ જથ્થો વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુરથી મેળવ્યો હતો અને આ જથ્થો વટવા ચાર માળીયામાં રહેતા રફીક ઉર્ફે લાલપરી નામના વ્યક્તિને આપવાનો હતો પરંતુ કફ સીરફ વટવા પહોંચે તે પહેલા જ એસઓજીની ટીમે બાતમીના આધારે દાણીલીમડા પાસેથી ઝડપી લીધા હતા.

આ ગુનાના બે મુખ્ય માસ્ટર માઇન્ડ હજી ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે બન્ને આરોપી રિક્ષા ડ્રાઇવીંગ કરે છે અને પોતે પણ કોડેઈન કફ શિરપના બંધાણી છે. સાથે જ એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા અને પોતાની પણ નશાની લત પુરી કરતા હતા. એસઓજીએ કફ શિરપની હેરાફેરી અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે અગાઉ પણ તેઓ કફ શિરપની હેરાફેરી કરી ચુક્યા છે. થોડા સમય અગાઉ પણ એસ.ઓ.જી.એ કફ શિરપના જથ્થા સાથે રીક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી એટલે કે રિક્ષા ડ્રાઇવરો અને છૂટક મજૂરી કરતા મજુરો સસ્તા નશા માટે કફ શિરપનો ઉપયોગ કરે છે અને તેનુ ચલણ પણ વધ્યુ છે.

હવે પોલીસે ન માત્ર હેરાફેરી કરતા લોકોની ધરપકડ કરવી પરંતુ જે કંપની માથી ગેરકાયદે કફ શિરપનુ વેચાણ કરવામા આવે છે તેમના વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામા આવશે ત્યારે પોલીસ તપાસમા શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *