સ્વીડનમાં મસ્જિદની બહાર કુરાન સળગાવવાની ઘટનાથી મુસ્લિમોમાં રોષ
અમદાવાદ,તા.૦૭
સ્વીડનમાં સ્ટોકહોમ મસ્જિદની બહાર ઇસ્લામિક ધર્મગ્રંથ “કુરાન” સળગાવવાની ઘટનાથી વિશ્વભરના મુસ્લિમોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આજરોજ શહેરના જુલતા મિનારા ગોમતીપુર ખાતે “મુસ્તફા રઝા આકેદમી’ દ્વારા તેના વિરોધમાં બપોરે 3′ વાગે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જુમ્માની નમાઝ પછી મોટી સંખ્યામાં મુસ્લિમો ભેગા થયા હતા અને વિરોધ નોધાવ્યો હતો.