Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત થશે

અમદાવાદ,

કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા સિવિલ હોસ્પિટલનો અગત્યનો નિર્ણય

દર વર્ષે ૧૦ લાખથી વધુ દર્દીઓ ઓ.પી.ડી. નો લાભ મેળવે છે :- સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી

કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી ૧ વાગ્યાની ઓપીડી દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે કાર્યરત હતી. જે હવેથી બપોરે ૨થી ૪ દરમિયાન પણ દર્દીઓની સારવાર અર્થે કાર્યરત રહેશે.

કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા અમદાવાદ સીવિલ હોસ્પીટલ દ્વારા દર્દીઓ માટે જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

દર્દીઓની સારવાર માટે હવે સવારની ઓ.પી.ડી.ની સાથે સાથે સાંજની ઓપીડી પણ સોમવારથી બપોરે ૨ થી ૪ કલાકે પૂર્વવત કાર્યરત કરવામાં આવશે.

Civil Hospital,Ahmedabad

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે “અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે ઓ.પી.ડી.ની મુલાકાત લેતા હોય છે. અમારા ત્યાં દર મહિને અંદાજે 90 હજારથી વધુ o.p.d.ની સંખ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે સવારે ૯ થી ૧ અને બપોરે ૨ થી ૪ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત રહે છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે. જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે તેવું તેમણે ઉમેર્યું હતુ.

વિશ્વભરમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી છે. સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં હોઈ અને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો હતો.

જેને ધ્યાને લઇને સોમવારથી અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સંધ્યા ઓ.પી.ડી. ફરી વખત શરૂ કરવામાં આવી રહી છે. દર્દીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારના રોગોની સંધ્યા ઓ.પી.ડી દર્દીઓને લાભદાયક નીવડશે.

4 COMMENTS

  1. Howdy! Do you know if they make any plugins to assist with Search Engine Optimization? I’m trying to
    get my website to rank for some targeted keywords but I’m not seeing very good gains.

    If you know of any please share. Thank you!
    You can read similar blog here: GSA Verified List

  2. Hey there! Do you know if they make any plugins to help with
    SEO? I’m trying to get my website to rank for some targeted keywords but I’m not
    seeing very good success. If you know of any
    please share. Thank you! You can read similar blog here

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *