(અમિત પંડ્યા)
વસ્ત્રાલ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા વારંવાર સર્જાય છે.
અમદાવાદ,તા.૦૪
અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં વિકાસના અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે, આ વિસ્તારમાં ગટર વ્યવસ્થાનું આયોજન યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું નથી જેના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા વારંવાર સર્જાય છે.
છેલ્લા ત્રણ દિવસથી વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાસેથી ગટર ઉભરાવવાની સમસ્યા થઈ છે જે ગંદા પાણીનો 700 મીટર દૂર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી પહોંચી ગયેલ છે. આ અંગે તંત્રને સ્થાનિક લોકો દ્વારા વારંવાર જાણ કરવામાં આવી છે સાથે સાથે ચૂંટાયેલ જનપ્રતિનિધિને જાણ કરેલ પરંતુ ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં આનું કોઈ નિરાકરણ લાવવા માટે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિકોના કહેવા મુજબ હાલ વરસાદની સીઝન હોવાથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા વધારે છે તો તંત્ર અને ચૂંટાયેલ જનપ્રતિનિધિ દ્વારા આ સમસ્યાનું ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે.