અમિત પંડ્યા
વસ્ત્રાલ વિસ્તારના રહીશો સોળેકળાએ ખીલી ઉઠેલ આ તળાવની મુલાકાત લઈ રવિવારની રજાનો ભરપૂર આનંદ માણી શકે તેમ છે.
અમદાવાદ,તા.૨૩
અમદાવાદ શહેરના પૂર્વના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ તળાવ બગીચામાં ગત રોજ પડેલ ભારે વરસાદના કારણે સ્ટોમવોટર લાઈન દ્વારા ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતાં તળાવ ગાર્ડન સોળેકળાએ ખીલી ઉઠ્યાના દૃશ્યો જોવા મળ્યા હતા.

પાણીની આવક થતાં તળાવ છલોછલ ભરાઇ જતાં અને આસપાસના બગીચામાં છોડની લીલોતરી નયનરમ્ય થઈ તે જોઈ શકાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજનના કારણે તળાવમાંથી વધારાનું પાણી અન્ય તળાવમાં જતું રહે છે જેથી તળાવ ઓવરફ્લો થવાની શક્યતા નથી રહેતી.
વસ્ત્રાલ વિસ્તારના રહીશોને નમ્ર અપીલ છે કે, સોળેકળાએ ખીલી ઉઠેલ આ તળાવની મુલાકાત લઈ રવિવારની રજાનો ભરપૂર આનંદ માણી શકે તેમ છે.