Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : રાયખડનું અર્બન હેલ્થ સેન્ટર તૈયાર.., છતાં લોકાર્પણ કરવામાં ઠાગાઠૈયા કેમ..?

આ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર થયાને મહિનાઓ વીતિ ગયા છતાં જે તે કારણસર લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

અમદાવાદ,તા.28

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રાયખડ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પ્રજાના આરોગ્યની સુખાકારી માટે બનાવવામાં આવેલા આ અર્બન હેલ્થ સેન્ટરથી રાયખડ અને જમાલપુર વિસ્તારની પ્રજામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જો કે, ચોંકાવનારી બાબતે એ છે કે, આ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર થયાને મહિનાઓ વીતિ ગયા છતાં જે તે કારણસર લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

રાયખડ વિસ્તારના સ્થાનિકોનું કેહવું છે કે, રાયખડનું અર્બન હેલ્થ સેન્ટર તૈયાર થઇ ગયા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લોકાર્પણ કરવામાં ઠાગાઠૈયા કેમ કરે છે..? રાયખડ વિસ્તારના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ જણાવ્યું છે કે, રાયખડ-જમાલપુરની પ્રજા આ અર્બન હેલ્થ સેન્ટરનો લાભ લઈ શકે તે હેતુથી વાદ-વિવાદને બાજુએ મૂકી પ્રજાના હિતમાં વહેલી તકે તેનું લોકાર્પણ કરવામાં આવે તે જરૂરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *