(લતીફ અન્સારી)
”શી” ટીમ દ્વારા દીકરીને શોધવા સખત અને સરહાનીય કામગીરી કરવામાં આવી હતી
અમદાવાદ,તા.૨૨
શહેરના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે ૯ વર્ષની બાળકી ઘરેથી કઈ કીધા વગર ચાલી ગયેલી હતી જેની જાણ બાળકીના માતા-પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેની જાણ "શી" ટીમ તથા ખોખરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ શોધખોળ કરી બાળકીને શોધી કાઢી હતી અને તેના માતા-પિતાને મેળાપ કરાવી.
શહેરનાં ખોખરા વિસ્તારમાં સુમારે ન્યુ રંગબાગ સોસાયટી ખાતે રહેતા દિપકભાઇ મોતીલાલ જૈનની દિકરી ઉ.વ.૯ ઘરેથી કોઇને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને જેથી તેના માતા-પિતા દ્રારા પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય.પટેલ દ્રારા સદર બાબતે ગંભીરતા દાખવી સત્વરે શોધી કાઢવા "શી" ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી શોધી કાઢવા સુચના આપવામાં હતી. જે બાદ ગુમ થનાર કેની દિપકભાઇ જૈનને ગણતરીના કલાકોમા “શી" ટીમ, પોલીસ સ્ટાફના માણસો તથા પોલીસ મિત્રોની મદદથી ગુમ થયેલ કેનીને શોધી કાઢી તેઓની માતા પિતાને પોતાની દીકરી સાથે મિલાપ કરાવતા એક ઉષ્માભેર વાતાવતણ ઉભું થઇ ગયું હતું. પોલીસ સ્ટાફે ગુમ થયેલી દીકરીને માતા પિતા સાથે મિલન કરાવતા એક માનવતા વાદી ઉદાહરણ પુરૂ પાડી ખુબ જ સરહાનીય કામગીરી કરી છે.