અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
અમદાવાદ,તા.૩૦
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓને આ ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન, તેના ફાયદા અને ઉપયોગ વિશે વ્યવહારુ સમજ આપીને પ્રોત્સાહિત કરી શકાય. AMA, સરકાર દ્રારા આત્મનિર્ભર ભારત પહેલમાં તેનું યોગદાન ઉમેરવામાં માને છે અને આ માટે, આપણા વરિષ્ઠ નાગરિકોના ડિજિટલ વિકાસ માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે.બી. પટેલ – નિવૃત્ત બેંકર (પંજાબ નેશનલ બેંક), રમેશ સી. મુલવાણી – નિવૃત્ત બેંકર (વિજયા બેંક), જયેશ આર. પરીખ – રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ દ્રારા આપણા વરિષ્ઠ નાગરિકોને ટેક્નો-સેવી બનાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુ વિગતો અને નોંધણી માટે વેબસાઇટ www.amaindia.org અથવા Mob.No 7203030990 પર કૉલ કરો અથવા AMA કેમ્પસની મુલાકાત લઈને પણ નોંધણી કરાવી શકાય છે, ખાસ કરીને મોબાઈલના વધતા ઉપયોગને લઈને આજે આ પ્રકારે મોબાઈલના વધુ પડતા ઉપયોગને લઈને પણ સમજ કેળવવાની જરૂર છે માટે આ કાર્યક્રમ મહત્વનો સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઓનલાઈન અભ્યાસક્રમ બાદ ઘણા બાળકો મોબાઈલના આદી બની ગયા છે.