Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં “સી.એલ.એમ. યુનિવર્સ” દ્વારા સૌપ્રથમવાર નવા વિષય સાથેના ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,

અમદાવાદ શહેરની જાણીતી સી.એલ.એમ યુનિવર્સ દ્વારા એક ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કંપનીના ફાઉન્ડર અને જાણીતા ફેશન આઈકન કીશુ ચાવલાએ પુરા ભારતમાંથી આવેલાં પ્રતિસ્પર્ધીઓને આ ફેશન ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકે તેની માહિતી આપી હતી. સી.એલ.એમ. યુનિવર્સના અગાઉ યોજાયેલ ફેશન શૉ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકો આજે વિવિધ ટીવી અને સિનેમાના ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.

સી.એલ.એમ.ની આ સ્પર્ધામાં ઓનલાઈન અને ઓફલાઇન ઓડિશનમાં પૂરા ભારતમાંથી ૫૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી અલગ અલગ કેટેગરીમાં 10 સ્પર્ધકોને પ્રથમ રાઉન્ડમાં મોકલી ગ્રાન્ડ ફાઇનલ પહેલાં જાણીતા કોરિયોગ્રાફર નિકુંજ સોની દ્વારા ગ્રુમ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સૌપ્રથમવાર સફેદ કલરની થીમ સાથે “યુ” આકારના સ્ટેજ સાથે સ્પર્ધકોને નવો અનુભવ અને પ્રેક્ષકોને મનોરંજન મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

સી.એલ.એમ યુનિવર્સના આ ફેશન શૉનું આયોજન જાણીતા ફેશન આઈકન અને આયોજક કિશુ ચાવલા અને પૂજા રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું જેને ચાવલા ફોમ અને ફર્નીચર, યશ ફાર્મ ચિરાગભાઈ અને બુલ્સ ટેટુ સ્ટુડિયોનો સહયોગ મળ્યો હતો. આ કાર્યકમની ફોટોગ્રાફી વિકી સેરોઇ અને અમન ઠાકોર દ્વારા કરવામાં આવી હતી જ્યારે શૉ મેનેજમેન્ટ કેતન ગોખેએ કર્યું હતું.

આ ફેશન શૉમાં શૉ સ્ટોપર સી.એલ.એમ. મિસ્ટર યુનિવર્સ 2023 તરીકે સાહિલ ખાન વિજેતા બન્યા હતા જ્યારે બાળકોની કેટેગરીમાં મોઇન ખાન પહેલા ક્રમે જ્યારે બીજા અને ત્રીજા ક્રમે ધીયાન ચૌહાણ અને તાન્યા લાખાણી રહ્યા હતા. જ્યારે સી.એલ.એમ. મિસ યુનિવર્સ તરીકે પ્રથમ રુહી અને બીજા, ત્રીજા ક્રમાંકે પ્રજ્ઞા રાજ અને બેબો અન્સારી આવ્યા હતા. મિસિસ સી.એલ.એમ યુનિવર્સ તરીકે પ્રથમ સલોની જૈન, બીજા અને ત્રીજા ક્રમાંકે મુસ્કાન ખોખર અને પૂનમ મતાની આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ મેનેજમેન્ટ ધ્રુવ દરબાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મધ્યપ્રદેશ, ચેન્નઈ, મુંબઈ, ઉત્તરાખંડ અને વિદેશમાં ઓસ્ટ્રેલિયાથી પણ સ્પર્ધકો એ ભાગ લીધો હતો.

આ પ્રકારની સ્પર્ધાઓના આયોજનના લીધે વિવિધ કલાશક્તિઓ બહાર આવે છે અને મનોરંજન જગતમાં સી.એલ.એમ યુનિવર્સ જેવા ફેશન શૉના કાર્યક્રમો દ્વારા પોતાના સપના સાકાર કરે છે.

1 COMMENTS

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *