Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં મહિલાના ફોન પર અશ્લિલ વાતો કરો નહીં તો મારી નાંખવાની ધમકી અપાઈ

અમદાવાદ,

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી રેખા (નામ બદલ્યું છે) ખૂબ જ સ્વરૂપવાન હોવાથી ઘણી વખત અજાણ્યા લોકો તેની સામે ઈશારા કરતા પણ રેખા આવા લોકોને નજર અંદાજ કરીને પોતાના પરિવાર સાથે રહેતી હતી. થોડા દિવસ અગાઉ રેખા ઘરે એકલી હતી ત્યારે તેના મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને સામેથી વાત કરનાર રેખા સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો. રેખાએ ગભરાઈને ફોન કાપી નાખ્યો પણ આ નંબરથી વારંવાર ફોન આવવા લાગ્યો હતો.

રેખા આ યુવકને આવી રીતે વાત ન કરવા સમજાવ્યો તો સામે વાળા વ્યક્તિએ રેખાને ધમકી આપી કે, “જાે તું વાત નહિ કરે તો હું તને જાનથી મારી નાખીશ.” આ તમામ ઘટના રેખાનો પતિ ઘરમાં ન હોય તે સમયે બનતી હતી. જેથી ગભરાઈને હવે રેખાએ આ વાત તેના પતિને કરી જે બાદ આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ સમગ્ર મામલે જે નંબરથી ફોન આવતા હતા એની વિગત મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. જ્યારે આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતા અત્યંત સ્વરૂપવાન હોવાના કારણે ઘણી જગ્યાએ તેને સમસ્યા થતી જેને તે નજર અંદાજ કરતી હતી. પણ હવે તેની સાથે જે બની રહ્યું હતું તે ખૂબ જ અશ્લિલ અને ગંભીર હતું. પરિણીતાનો પતિ જેવો ઘરની બહાર જાય કે તરત જ કોઈ અજાણ્યા નંબર પરથી તેના પર ફોન આવતો અને અશ્લીલ વાતો કરવા લાગતો હતો. આવુ રોજ થતા પરિણીતાએ ગુસ્સે થઈને ફોન કરનારને ધમકાવ્યો હતો. જેથી ફોન કરનાર પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *