(રીઝવાન આંબલીયા)
મોટા સપના સાથે દેહરાદૂનના એક નાના શહેરનો રહેવાસી જુબિન એવા કલાકારોમાંના એક છે જેમણે પોતાના મંત્રમુગ્ધ અવાજ અને ભાવપૂર્ણ સંગીતથી લોકોના દિલ જીત્યા છે.
9 – ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદમાં જુબિન નૌટિયાલ લાઇવ ઇન કોન્સર્ટ પર્ફોર્મ કરશે..
અમદાવાદ,તા.૦૪
શહેરના એકા ક્લબના સ્ટેડિયમમાં બહુ જ મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે. જુબીન નૌટિયાલ લાઈવ કોન્સર્ટ જેની અમદાવાદની મુલાકાત લેવા માટે સ્ટેડિયમની રેકી કરવા માટે અને મીડિયા મિત્રને મળવા માટે એકા ક્લબમાં આવેલ હતા.
સંખ્યાબંધ સફળ ગીતો સાથે, પ્રસિદ્ધ ગાયક જુબીન નૌટિયાલ એક અનુભવી પ્લેબેક સિંગર તથા એક સારા લાઈવ પર્ફોર્મર પણ છે. જેમને સંખ્યાબંધ વિદેશની ટૂરનો અનુભવ પણ છે. ગુજરાતના સંગીત પ્રેમીઓ માટે આ એક સુંદર પ્રયોગ થઈ રહ્યો છે ફોર્બ્સની 30 અંડર 30ની યાદીમાં સામેલ થયેલ, જુબિન નૌટિયાલે તેનીં એક દાયકાની સંગીત સફર દ્વારા પોતાનું એક વિશિષ્ટ સ્થાન તેમના યુવા વર્ગના હૃદયમાં બનાવ્યું છે. તેમણે ‘રાતા લંબિયાં, ‘લુટ ગયે, મેરી આશિકી’, ‘તુઝે કિતને ચાહને લગે હમ, ‘તુમ હી આના’, ‘બેવફા તેરા મસૂન ચેહરા’, ‘કુછ તો બાતા’ (બજરંગી ભાઈજાન), ‘ઈક વારી આ’ (રાબતા) અને ‘કાબિલ હું’ (કાબિલ), અખ લડ જાવે (લવયાત્રી), હમનવા મેરે (સિંગલા), વગેરે જેવા હિટ ગીતો સાથે ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર પોતાને નિશ્ચિતપણે સ્થાપિત કરી યુવા દિલોની ધડકન બની ચૂકેલ છે.
મોટા સપના સાથે દેહરાદૂનના એક નાના શહેરનો રહેવાસી જુબિન એવા કલાકારોમાંના એક છે જેમણે પોતાના મંત્રમુગ્ધ અવાજ અને ભાવપૂર્ણ સંગીતથી લોકોના દિલ જીત્યા છે. દેહરાદૂનની સુંદર ખીણમાંથી આવેલા, ગાયક અને ગીતકાર, જુબીન નૌટિયાલનો સંગીત પ્રત્યેનો પ્રેમ ચાર વર્ષની ઉંમરે શરૂ થયો હતો અને તેમણે ગાયક બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું હતું. તેમણે તેમના કૉલેજના દિવસોથી જ શાસ્ત્રીય સંગીતમાં પોતાનો એક આધાર બનાવ્યો એટલું જ નહીં પરંતુ ગિટાર, પિયાનો, હાર્મોનિયમ અને ડ્રમ જેવા વાદ્યો વગાડવાનું પણ શીખ્યા. ભારતીય સંગીત ઇન્ડસ્ટ્રીમાં તેમની સફર શરૂ કરતા પહેલા, 32 વર્ષીય ગાયકે ચાર વર્ષ સંગીતમાં તેમની કુશળતાને નિખારવા અને દેશભરના વિવિધ સંગીતકારો સાથે યાત્રા કરવામાં ગાળ્યા હતા.
કરોડોની સંખ્યામાં ફેન ફોલોઇંગ સાથે અને સમગ્ર વિશ્વમાં પહોંચવા સાથે, જુબિન તેની હસ્તકળા અને લાઇવ પર્ફોર્મન્સ પર તેની ઉત્તમ નિપુણતા માટે જાણીતા છે. જુબિને એ.આર. રહેમાન, પ્રીતમ, મિથુન, તનિષ્ક બાગચી, રોચક કોહલી જેવા ભારતના સૌથી પ્રખ્યાત સંગીત દિગ્દર્શકો માટે ગાયું છે અને મેગા ચાર્ટબસ્ટર આપ્યા છે. લાઇવ પર્ફોર્મન્સની વાત આવે ત્યારે સૌથી પ્રખ્યાત ગાયક જુબીન નૌટિયાલ સૌથી મોટા કલાકારોમાંના એક છે અને તેઓ તેમની એનર્જેટિક અને મનમોહક સ્ટેજ પર્ફોર્મર માટે જાણીતા છે.
શાંત અને સમાવિષ્ટ અવાજ સાથે, જુબિન નિર્વિવાદપણે લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. 2021માં, બિલબોર્ડએ જણાવ્યું હતું કે, જુબીન નૌટિયાલનું લુટ ગયે ટ્રેક ગ્લોબલ 200 અને ગ્લોબલ એક્સેલ યુએસ ચાર્ટને ક્રેક કરેલું ભારતના કલાકારો દ્વારા ગાયેલું અત્યાર સુધીનું આઠમું ગીત છે, “લુટ ગયે” ગ્લોબલ યુટ્યુબ સોંગ્સ ચાર્ટમાં નંબર 1 પર છે, 2022માં શેરશાહ ફિલ્મનું તેમનું ગીત રાતા લંબિયા’ ઇન્ટરનેટ પર એટલું હિટ જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં પણ લોકપ્રિય રીલ ઓડિયો બની ગયું હતું કે, તે માત્ર ભારતમાં હમનવા મેરે, દિલ ગલતી કર બેઠા હૈ, ઓ આસમાન વાલે, કુછ બાતેં, બેવફા તેરા મુસ્કુરાના, વફા ના રહા, મૈં જિસ દિન ભુલા દુ, દિલ પે ઝકમ જેવા તેમના ઈન્ડિપેન્ડેન્ટ નવા જુના ગીતો સાથે તેમના હૃદયસ્પર્શી અવાજથી દેશભરના દિલો પર રાજ કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મીડિયા તરીકે અમને પણ આમંત્રણ હતું. ફોટોગ્રાફી માટે અમારા સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશભાઈ હાજર રહ્યા હતા
તમામ તેમને ખૂબ ખૂબ અભિનંદન ખાસ અભિનંદન ચેતનભાઇ ચૌહાણને આ સમગ્ર ઇવેન્ટ એકદમ જવાબદારી પૂર્વક નિભાવવા માટે
જુબીન નૌટિયાલનો 9મી ડિસેમ્બર, 2023ના રોજ એકા કલબ, અમદાવાદમાં લાઈવ કોન્સર્ટ યોજાશે…