શહેરની જૂની વીએસ હોસ્પિટલ મામલે મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. અગાઉ આ મામલે વિરોધ પણ થયો હતો
અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં બિલ્ડીંગ નહીં તોડવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ટેન્ડરને પડકારતી અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. વીએસના બિલ્ડીંગને તોડવા મામલે કોર્ટમાં રીટ થઈ હતી ત્યારે આ રીટ મામલે આજે સુનાવણી કરવામાં આવી હતી.
ત્યારે કોર્પોરેશન તરફથી જવાબ રજૂ કરાયો હતો કે, જે મફતમાં સારવાર દર્દીઓને મળી રહી છે તે યથાવત રહેશે. ખાસ કરીને વીએસમાં જે 500 બેડની બિલ્ડીંગ આવેલી છે તે બિલ્ડીંગ કોર્પોરેશન દ્વારા નહીં તોડવામાં આવે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. શહેરની જૂની વીએસ હોસ્પિટલ મામલે મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. અગાઉ આ મામલે વિરોધ પણ થયો હતો ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને આ મામલે કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં બિલ્ડીંગ નહીં તોડવામાં આવે તે મામલે નક્કી કરાયું છે.
વીએસ હોસ્પિટલ તોડી પાડવા મામલે ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. વીએસ ટેન્ડરને હાઈકોર્ટમાં પડકારતી અરજી એક વીક પહેલા સુનાવણી મુકરર કરાઈ હતી જે સુનાવણી આજે કોર્ટમાં થઇ હતી. અગાઉ કોર્ટે વીએસ હોસ્પિલની બિલ્ડીંગ શા માટે તોડ઼વી તેને લઈને સવાલો કર્યા હતા. અગાઉ અરજદારે કહ્યું હતું કે, હોસ્પિટલમાં 1200 બેડ ઘટાડીને 500 કરાયા છે. ત્યારે આખરે આજે 500 બેડ આવેલા છે તે બિલ્ડીંગ નહીં તોડાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.