અમદાવાદ શહેરની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ સરકારી વિમા કંપનીઓની કેશલેસ સુવિધાઓ બંધ કરી હોવાની વિગતો મળી રહી છે.
અમદાવાદમાં કેટલીક હોસ્પીટલોની અંદર કેશલેસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કેશલેશ સેવા સ્થગિત કરાઈ છે. વિમાધારકને સુવિધા બદલે મુશ્કેલી પડી શકે છે. આજથી 15 ઓગષ્ટ સુધીમાં વિમો ધરાવતા દર્દીઓને આ સુવિધા નહીં મળી શકે. વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચેની ટકરાવના કારણે જે લોકોએ વિમો લીધો છે. તેમના માટે આ મુશ્કેલી વધી શકે છે. અમદાવાદ શહેરની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ સરકારી વિમા કંપનીઓની કેશલેસ સુવિધાઓ બંધ કરી હોવાની વિગતો મળી રહી છે.
જો કે, અત્યાર પુરતી આ સેવાઓ એક વીક માટે બંધ કરવામાં આવી છે પરંતુ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા આ સેવા વધુ સમય પણ બંધ રહી શકે છે. એક તરફ ક્લેમ કરતા પેમેન્ટ પણ લેટ મળતું હોય છે. દર્દીઓ માટે વધુ મુશ્કેલીઓ તેના કારણે ઉભી થઈ શકે છે. અમદાવાદમાં કેટલીક હોસ્પિટલની બહાર કેશલેશ વિમાની સુવિધા બંધ હોવાના બોર્ડ પણ લાગેલા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલો અને વીમા કંપની વચ્ચેની બબાલને કારણે સમયસર વીમો ભરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં કોઈ દુવિધા ના પડે તે હેતુથી વધુ પૈસા આપીને લોકો આ પ્રકારે વિમાઓ લેતા હોય છે. ત્યારે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.