(અબરાર એહમદ અલવી)
યૂવિન આજે અમદાવાદમાં 700થી વધુ બહેનોનું મોટું નેટવર્ક બની ગયું છે.
‘ઉદ્યમિતા વીમન ઇનિશિએટિવ નેટવર્ક’ આયોજિત ‘યૂવિન એમ્પાવર એક્સ્પો સીઝન 2’ ખુબ જ સફળ થયું. આ વર્ષે એક્સ્પોનું થીમ હતું “સ્કાય બ્લુ” અને સંદેશ હતો “સ્કાય ઇઝ ધ લિમિટ” — જે દરેક મહિલાને પોતાના સપનાની કોઈ મર્યાદા નથી એવું સમજાવતો હતો.
આ એક્સ્પોમાં મહિલાઓને તેમના બિઝનેસ અને પ્રોડક્ટ્સ રજૂ કરવાની તક મળી હતી. બિલકુલ નજીવા દરે, જેમાં યૂવિન દ્વારા કોઈ નફો કે, નુકશાનના ધોરણે આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 5000થી વધુ મુલાકાતીઓએ એક્સ્પોનો આનંદ લીધો. ભાગ લેનાર મહિલા સદસ્યોએ સારી આવક કરી, અને સાથે સાથે નવા રેફ્રન્સ અને લીડ્સ પણ મેળવી, જે તેમના બિઝનેસ માટે ખુબ જ ઉપયોગી રહેશે.
યૂવિન આજે અમદાવાદમાં 700થી વધુ બહેનોનું મોટું નેટવર્ક બની ગયું છે. યૂવિનના ફાઉન્ડર ફાલ્ગુની રાવલનું મિશન છે મહિલાઓ માટે વિકાસના નવા અવસરો ઉભા કરવાનું અને “વુમન સપોર્ટ વુમન”ની ભાવનાનું સિંચન કરવું.
‘યૂવિન એમ્પાવર એક્સ્પો સીઝન 2’ એ સાબિત કરી દીધું કે, જો સપનામાં વિશ્વાસ હોય તો એક નાનકડો પ્રયાસ પણ મોટી સફળતામાં બદલી શકાય છે.
આ તો માત્ર શરૂઆત છે… યૂવિન સાથે ‘Sky is the limit’ !