અમદાવાદ : વસ્ત્રાલમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
(Amit Pandya)
અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી
આજે 8 માર્ચ એટલે “વિશ્વ મહિલા દિવસ” વસ્ત્રાલ ખાતે આવેલ અર્પણ ઇન્ટરનેશન સ્કૂલમાં “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણીનું આયોજન ખુબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલની તમામ મહિલા શિક્ષકો અને અન્ય સ્કૂલમાં રહેલ મહિલાને આમંત્રિત કરી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અર્પણ ઇન્ટરનેશન સ્કૂલના મુખ્ય શિક્ષિકા અર્ચના બેન દ્વારા “વિશ્વ મહિલા દિવસ”નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને નિધિ બેન દ્વારા મહિલા શું છે..? અને તેની કાર્ય ક્ષમતા વિશે ખૂબ સુંદર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં સ્કૂલના મહિલા સફાઈ કર્મચારીઓ અને પીયુનનું શાળાના આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિક્ષિકા દ્વારા કેક કાપવામાં આવી હતી અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.