જો તમે પણ વોટ્સએપ પર જૂની ચેટ્સ સર્ચ કરવાથી પરેશાન છો, તો આ સમસ્યા જલ્દી દૂર થઈ શકે છે. વોટ્સએપ આ અંગે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આની મદદથી જૂની ચેટ્સ સરળતાથી શોધી શકાય છે. આ માટે તમારે સ્ક્રોલ કરવાની પણ જરૂર નહીં પડે.
વોટ્સએપ ખૂબ જ પોપ્યુલર મેસેજિંગ એપ છે. તે યુઝર્સના એક્સપિરિયન્સને વધારવા માટે નવી સુવિધાઓ પણ રજૂ કરવાનું ચાલુ રાખે છે. કંપનીનો દાવો છે કે WhatsApp પરની ચેટ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે જૂની ચેટ્સ શોધવાની હોય છે.
આ માટે વોટ્સએપ પર એક ફીચર આપવામાં આવ્યું છે. આની મદદથી તમે ચેટમાં કોઈપણ મેસેજ ટાઈપ કરીને સર્ચ કરી શકો છો. પરંતુ તમારી ચેટ સર્ચનો એક્સપિરિયન્સ ટૂંક સમયમાં બદલાવા જઈ રહ્યો છે. આની મદદથી તમે કોઈપણ મેસેજને સરળતાથી સર્ચ કરી શકો છો.
અત્યાર સુધી વોટ્સએપમાં કોઈપણ મેસેજને શબ્દ, અંક કે ફાઈલ ટાઈપ દ્વારા સર્ચ કરી શકાય છે. પરંતુ, આ નવા ફિચર્સના આવ્યા પછી યુઝર્સ પાસે ચોક્કસ તારીખે મોકલવામાં આવેલ મેસેજને સર્ચ કરવાનો ઓપ્શન પણ હશે.
આ ફીચર ત્યારે કામમાં આવશે જ્યારે તમે કોઈની સાથે વાતચીતનો પહેલો મેસેજ જોવા માંગતા હોવ અથવા કોઈ ચોક્કસ તારીખે શેર કરેલ મેસેજ વાંચવા માંગતા હોવ. વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfoએ આ અંગે જાણકારી આપી છે.
iPhone યુઝર્સ માટે ટેસ્ટિંગ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર iPhone માટે રિલિઝ કરાશે. કંપનીએ તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. વોટ્સએપના iOS વર્ઝન માટે આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની 2 વર્ષ પહેલા પણ આ ફીચર પર કામ કરી રહી હતી. પરંતુ પછી તે બંધ થઈ ગયું હતું.
હવે વોટ્સએપ ફરી એકવાર આ ફીચર પર કામ કરી રહ્યું છે. આવનારા સમયમાં WhatsApp તેને બીટા ટેસ્ટર્સ માટે લાવી શકે છે. જો બધું બરાબર હશે તો તે લોકો માટે લોન્ચ કરવામાં આવશે. આ ફીચર સાથે યુઝર્સને સર્ચ બારમાં એક કેલેન્ડર આઇકોન દેખાશે.
તેના પર ક્લિક કરીને યૂઝર્સ ચોક્કસ દિવસે મોકલેલા મેસેજ વાંચી શકે છે. આની મદદથી તમે મેસેજને શબ્દો સાથે સર્ચ કરવાને બદલે સીધા તારીખ પ્રમાણે સર્ચ કરી શકો છો. આ સાથે તમારે મેસેજ સર્ચ માટે વધુ સ્ક્રોલ કરવાની જરૂર નથી..