અમદાવાદ, ગાંધીનગરમાં પાંચ દિવસ ૪૫ ડિગ્રી સુધી તાપમાન રહેશે.
હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે.
અમદાવાદ, તા. ૧૯
ગુજરાતમાં ભારે ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં ગરમીને કરણે તબિયત બગડવાના કુલ ૬૯૩ જેટલા કેસ નોંધાયા છે.
સમગ્ર ગુજરાતમા હિટવેવ કહેર વરસાવી રહી છે. તેવામાં ગરમીને કારણે તબિયત બગડવાથી લઇ ઇમરજન્સી કેસમાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં ગરમીને કરણે તબિયત બગડવાના કુલ ૬૯૩ જેટલા કેસ નોંધાયા છે. જેમાં ચક્કર આવવા, શરીરમાં પાણીની કમીને કારણે પડી જવું, લૂ લાગવી જેવા કેસોનો સમાવેશ થાય છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં ગરમી સંબંધિત ૧૧૨ કેસ ૧૦૮ ઇમરજન્સી સર્વિસને મળ્યા હતા. તો શનિવારે એટલે કે, ૧૮મી મેના હિટવેવને કારણે સપ્તાહના સૌથી વધારે ૯૭ કોલ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને મળ્યા હતા.
હવામાન વિભાગે કાળજાળ ગરમીને લઈને આગાહી કરી છે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ માટે અનેક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ અપાયું છે. રાજ્યભરમાં બપોરે બહાર નીકળ્યા તો શેકાવાનું નક્કી છે. દિવસે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ હવમાન વિભાગે આપી છે.
રાજ્યના સાત શહેરોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. તાપમાનનો પારો એકથી બે ડિગ્રી વધી શકે છે.
(જી.એન.એસ)