અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કાફેની બેદરકારી સામે આવી
અમદાવાદ,તા.૧૧
અમદાવાદના એક જાણીતા કેફેમાં ઘોર બેદરકારી સામે આવી છે. ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યું પણ કાફે દ્વારા નોનવેજ બર્ગર આપી દેવાયું.
ગ્રાહકને જ્યારે આ બાબતે જાણ થઇ ત્યારે તેણે કાફેમાં જાણ કરી પરંતુ કાફેમાંથી એવું કહેવામાં આવ્યું કે, જે છે એ બરાબર છે. તેવા મહિલા ગ્રાહકે આક્ષેપ કર્યા છે. આ પછી, તેઓએ નોનવેજ બર્ગર અને ડસ્ટબિન પણ સંતાડી દીધું હોવાનું ગ્રાહકે આક્ષેપ કર્યા છે. મહિલા ગ્રાહકે હોબાળો કર્યો અને AMCમાં ફરિયાદ કરી છે. ત્યારે કાફે દ્વારા ભૂલ કબૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
(જી.એન.એસ)