લોકોએ એક મહિનામાં ૧૮ લાખ કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન કર્યા
ઓનલાઈન પેમેન્ટ સર્વિસ UPI એ સામાન્ય લોકોનું જીવન વધુ સરળ બનાવી દીધું છે. જ્યારથી ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી ભાગ્યે જ કોઈ રોકડ લઈ જાય છે. આ જ કારણ છે કે, ડિસેમ્બરમાં પણ UPI દ્વારા ચૂકવણીએ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. ડિસેમ્બર મહિનામાં લોકોએ UPI દ્વારા ૧૮.૨૩ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા છે. જે વર્ષ ૨૦૨૨ના આંકડા કરતા ૫૪ ટકા વધુ છે.
ચા હોય, સિગારેટ હોય કે, ઘરેલું કરિયાણું હોય, લોકો તેમના મોટા ભાગના પૈસા ઓનલાઈન ખર્ચી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં UPI દ્વારા ખર્ચના મામલે ચા અને સિગારેટની જીત થઈ છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે, ડિસેમ્બર મહિનામાં રૂ. ૧૮.૨૩ લાખ કરોડના વ્યવહારો થયા છે અને નવેમ્બરની સરખામણીમાં આમાં ૫ ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં ૧૨.૦૨ અબજ વ્યવહારો થયા હતા અને નવેમ્બરની સરખામણીમાં તેમાં ૫ ટકાનો વધારો થયો હતો. ડિસેમ્બર મહિનો UPI માટે પણ ખાસ હતો કારણ કે, આ મહિનામાં સૌથી વધુ વ્યવહારો થયા હતા અને UPI ટ્રાન્ઝેક્શન નવી ઊંચાઈઓને પહોચી ગયું છે.
UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો, ૨૦૨૩માં પણ રેકોર્ડ સર્જાયો હતો અને ૧૧૭.૬ બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા.. મૂલ્યની દ્રષ્ટિએ આ વર્ષે ૧૮૩ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે, જે વર્ષ ૨૦૨૨ કરતા ૪૫ ટકા વધુ છે. સંખ્યાની દ્રષ્ટિએ પણ ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં ૫૯ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. આજકાલ લોકો ઘરના રાશન, ચા-સિગારેટ અને બાળકોની શાળા માટે UPI દ્વારા જ ચૂકવણી કરી રહ્યા છે. UPI ટ્રાન્ઝેક્શન્સ વાર્ષિક ૪૨ ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ સાથે ૧૮ લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયા છે.
આ વર્ષે, UPI મારફત ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં ૫૪ ટકાનો વધારો થયો છે, જે કુલ ૧,૨૦૨ કરોડ રૂપિયા છે. તે જ સમયે, દર મહિને UPI દ્વારા ચૂકવણીમાં ૭ ટકાનો વધારો થયો છે. નવેમ્બરમાં ૪૭.૨ કરોડની સરખામણીએ ડિસેમ્બરમાં તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) વ્યવહારો ૬ ટકા વધીને ૪૯.૯ કરોડ થયા છે. મૂલ્યની દ્રષ્ટિએ, ડિસેમ્બરનો આંકડો ૭ ટકા વધીને રૂ. ૫.૭ લાખ કરોડ થયો હતો, જ્યારે નવેમ્બરમાં રૂ. ૫.૩૫ લાખ કરોડના વ્યવહારો થયા હતા. ડિસેમ્બર ૨૦૨૨ની સરખામણીમાં, IMPS વોલ્યુમમાં ૩ ટકા અને મૂલ્યમાં ૧૭ ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં ૪.૮૭ ટ્રિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા અને તેમની રકમ ૫૮.૫ કરોડ રૂપિયા હતી.