Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

“ત્રિશા ઓન ધ રોકસ” નામની ગુજરાતી ફિલ્મનું PVRમાં પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

હિતેનકુમાર, જાનકી બોડીવાલા અને રવિ ગોહિલે પોતાના પાત્રને જબરજસ્ત ન્યાય આપ્યો છે.

“Great Gujarati Film Premiere Metro City Urban Gujarati Film”

શહેરના એસ.જી હાઈવે PVR ખાતે “ત્રિશા ઓન ધ રોકસ” નામની ગુજરાતી ફિલ્મનું જોરદાર પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. આ પ્રીમિયરમાં ઘણા બધા માનનીય કલાકારો આવેલા હતા. મેટ્રોસિટી અર્બન ગુજરાતી ફિલ્મ એટલે લખવું પડ્યું કે, આ જ ફિલ્મ હિન્દીમાં સાથે રિલીઝ થવાની છે. આ એક ગુજરાતી ફિલ્મ માટે બહુ જ સારા સમાચાર છે કે, એક સાથે બે ભાષામાં ફિલ્મ રિલીઝ થાય છે.

થોડી વાત કરીએ ફિલ્મ વિશે…

હાઈ-ફાઈ સોસાયટી કે, જેઓ બર્થડે પાર્ટીમાં આલ્કોહોલ (દારૂ)નો ઉપયોગ કરે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી આલ્કોહોલના જે સપ્લાયર હોય છે. તેઓને એક બુટલેગર એવા નામથી પણ ઓળખાય છે, આવા જ એક બુટલેગરની સ્ટોરી અહીં બતાવવામાં આવી છે. આ પ્રકારના પ્રોબ્લેમ હાઈ સોસાયટીમાં વધારે છે. ક્યાંઅને ક્યા..? પ્રકારનું રેડ સિગ્નલ હોવું જોઈએ, અને એની શું તકેદારી રાખવી જોઈએ, આ જવાબદારી કોની છે, યંગ જનરેશન માટેની આ સ્ટોરી છે, આબેહૂબ રીયલ પ્રોબ્લેમની વાત કરી છે. સમજો તો સારું..? નહીંતર ફિલ્મને મનોરંજન માની લો.

આ ફિલ્મનો વિષય થોડો બોલ્ડ હોવાથી લોકો જોવા પણ જાય અને નાક પણ મચકોડે.. ડર્ટી પિક્ચર હીટ છે.. આખી ફિલ્મનો મઝદાર એક જ નામમાં છે. જાનકી બોડી વાલા મુખ્ય પાત્રમાં એમનું નામ છે અને એમને સાથ આપવામાં છે, હિતેનકુમાર,અને રવિ ગોહિલ. તેમણે પોતાના પાત્રને જબરજસ્ત ન્યાય આપ્યો છે. અમુક ફ્રેમમાં બહુ રિયલ કામ કર્યું છે, તમને થોડી વાર માટે ‘રાજા હિન્દુસ્તાની’ અને ‘એ કયા બોલતી તુ’નું (ગુલામ) આમિર ખાન યાદ આવી જાય, નવા કલાકાર તરીકે સારા અભિનેતા અને ભવિષ્યના હકદાર છે. હિતેનકુમાર સાથેની ફ્રેમમા દેખાય તો નવાઈ નહી.

ડિરેક્ટર, સ્ટોરી રાઇટર કૃષ્ણદેવ યાગ્નિક શું થશે એની પરવા કર્યા વગર હંમેશા રીપીટ નહીં પણ નવી ફ્લેવર આપવામાં જ કામ કરે છે. આ ફિલ્મના નિર્માતા કૃણાલ સોની અને કલ્પેશ સોની છે. સાથે સાથે મ્યુઝિક પણ ફિલ્મ મુજબ ગજબનું છે મજા આવી જશે. અમને નેગેટિવ જેવું કશું દેખાયું નથી છતાં કંઈક મેન્શન જ કરવું પડે તેમ હોય તો સેકન્ડ હાફની થોડી લંબાઈ ઓછી હોવી જોઈએ..!

મનગમતો સીન ક્લાઇમેક્સ આવતા પહેલા હિતેનકુમાર અને જાનકી બોડીવાલાનો એક સિન છે. જેમાં હિતેન કુમાર જાનકી બોડીવાલાને કહે છે કે, તારી પાછળ તારો બાપ છે, એટલે તું બધું કરી શકે છે. તને ચિંતા નથી. તને એ વિશ્વાસ છે કે, દુનિયામાં કોઈ પણ તારી સાથે નહીં હોય તો પણ તારો બાપ તો આ તારી સાથે રહેવાનો છે. આવનાર બાળકની પાછળ તું શું નામ લગાવીશ.આ સુરક્ષા આપી આ વિશ્વાસ આપવી શકીશ.

રોલ ગમે તે હોય, સ્ટોરી ગમે તે હોય, હિતેન કુમાર એક એવા કલાકાર વ્યક્તિ છે, જે હંમેશા પોતાની છાપ મૂકીને જાય છે. ફિલ્મ સાથે જોડાયેલ તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન…

 

•ફિલ્મ રીવ્યુ જયેશ વોરા•