– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
આજે ગુડ ફ્રાઈડે …આજથી બરાબર ૧૯૯૨ વરસ પહેલા ભર બપોરે ૩ વાગ્યે પ્રભુ ઇસુ ખ્રિસ્તને વધ સ્થંભ પર જડી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાનો હું જાણે કે સાક્ષી હોઉં તેવી લાગણી મેં અમેરીકન લેખક જનરલ લ્યુ વોલેસના પુસ્તક “બેન-હર”નો ગુજરાતીમાં અને સર્વપ્રથમ સમગ્ર ભારતીય ભાષાઓમાં શબ્દશઃ ભાવાનુવાદ કરતી વખતે અનુભવ કર્યો હતો.
આજે પણ મને તેવી જ વેદના થઇ. કારણ કે, આજે મેં મારા તે પ્રકાશિત પુસ્તકનો સંક્ષિપ્ત ભાવાનુવાદ તે સમગ્ર ઘટનાનું વર્ણન તેમનું તેમજ રાખીને સંપૂર્ણ કર્યો અને પ્રકાશનાર્થે મોકલી આપ્યો. તે પુસ્તક પ્રકાશિત થયે આપ સહુને વાંચવા મારો નમ્ર અનુરોધ છે. હું નાનપણથી બાઈબલ વાંચતો રહ્યો છું, પણ મારા સંસ્કારો મને આજનો દિવસ “ગુડ ફ્રાઈડે” હોવાની ના કહે છે. કારણ કે, ધાર્મિક ગ્રંથોના આવરણ હેઠળ કોઈ પણ વ્યક્તિ પોતાના પાપો પર ગર્વ કરી શકતું નથી. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં એવો કોઈ સંત નથી જેનો આપણે તેમના જીવનકાળ દરમિયાન સન્માન ન કર્યો હોય. આ જ કારણ છે કે, આપણે પ્રભુ ઈસુની પણ પૂજા કરીએ છીએ. જો ભગવાન ઈસુ ભારતમાં જન્મ્યા હોત અને ભારતના લોકોને જ્ઞાન આપ્યું હોત, તો ભારતવાસીઓએ તેમને ક્રુસ પર ચડાવ્યા ન હોત પણ તેમની પૂજા કરવામાં આવી હોત. સહુનો અભિપ્રાય જણાવવા વિનંતી.
હે પ્રભુ ઇસુ, આપને ચિર શાંતિ હો.
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા.
– સંપર્ક 9426249601