અભિષેક બેનર્જી પોતે ટી-શર્ટની નવી ડિઝાઈન અંગે કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટી-શર્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ટી-શર્ટ પર શાહની તસવીર કાર્ટૂનના રૂપમાં છપાઈ છે અને તેમની મજાક ઉડાવવા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. TMC દ્વારા કામદારો માટેના ટી-શર્ટને કાળા, પીળા અને સફેદ રંગમાં પ્રિન્ટ કરવામાં આવ્યા છે.
પાર્ટીના નેતા ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે, તેની શરૂઆત રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નિવેદનથી થઈ હતી અને તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ગઈ હતી. પછી ટી-શર્ટની વાત આવી. તેમણે કહ્યું કે, પહેલા આ ટી-શર્ટ ઓનલાઈન ઉપલબ્ધ હતા, પરંતુ હવે તે હોલસેલ માર્કેટમાં ઉપલબ્ધ છે. ટીએમસી નેતાએ કહ્યું કે, અભિષેક બેનર્જી પોતે ટી-શર્ટની નવી ડિઝાઈન અંગે કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે.
EDની પૂછપરછ બાદ આપવામાં આવ્યું નિવેદન
વાસ્તવમાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની ED દ્વારા કોલસાની દાણચોરીના કેસમાં લગભગ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી બેનર્જીએ શાહ વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. બીજા જ દિવસે, તેના પિતરાઈ ભાઈ આકાશ બેનર્જી અને અદિતિ ગાયને સોશિયલ મીડિયા પર સૂત્રો સાથે કાર્ટૂન અને ટી-શર્ટ પહેરેલા શાહની તસવીરો પોસ્ટ કરી.