Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના સંદલ-ઉર્ષની અકીદત પૂર્વક ઉજવણી કરાઈ

મહાન સુફી સંત “હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના ૨૮૨માં સંદલ-ઉર્ષની ઉજવણીના પ્રસંગે અકીદતની ચાદર પેશ કરવામાં આવી હતી. 

અમદાવાદ શહેરના મહાન સુફી સંત અને જેમના નામ પરથી પીર મુહમ્મદ શાહ રોડ સુવિખ્યાત છે તેવા મહાન બુઝુર્ગ “હજરત પીર મુહમ્મદ શાહ” (રહમતુલ્લાહ અલયહે)ના ૨૮૨માં સંદલ-ઉર્ષની અકીદતપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં મઝાર શરીફ પર ગલેફ અને ફૂલની ચાદર પેશ કરવામાં આવી હતી.

આ પ્રસંગે દેશ અને ગુજરાતમાં શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા લોકો ખુશહાલ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.  મઝાર શરીફ પર ગલેફ અને ચાદર પેશ કરવામાં સમીર ભાઈ (ન્યુ ગોલ્ડન ફર્નિચર વાળા), અરબ મકસુદ ભાઈ, અરબ રીયાઝ ભાઈ, અરબ રફીક ભાઈ, અરબ એજાજ ભાઈ તથા “સફીર” ન્યુઝ પેપરના તંત્રી આસીફ શેખ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા.