(Rizwan Ambaliya)
અમદાવાદના પીવીઆર ખાતે એક જબરજસ્ત ગુજરાતી ફિલ્મ ‘જીજા સાલા જીજા’નો પ્રીમિયર શો યોજાઈ ગયો.
Film 📽️ Review Jayesh Vora
તમામ થિયેટર બુક કરેલ હતા, અને હાઉસફુલ પણ હતા. દરેક મહેમાનોના ચહેરા પર કાર્યક્રમ પત્યા બાદ એક અનેરો ઉત્સાહ જોવા મળે કેમ કે, ફિલ્મ પૂરેપૂરી રીતે કોમેડી જ હતી. મગજ દોડાવ્યા વગર ફિલ્મ જોઈને લોકો મૂડમાં હતા હવે મૂડમાં આવ્યા પછી મગજ દોડાવવું નહીં એવી ડેવિટ ધવન સ્ટાઇલની આ ફિલ્મ હતી ખુબ મજા કરાવી.
આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા, જેમણે અગાઉ વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મો આપેલી છે. પરફેક્ટ કોમેડી.
ફિલ્મોના મુખ્ય પાત્રમાં તુષાર સાધુ, કુશલ મિસ્ત્રી અને રાગી જાની મુખ્ય ભૂમિકામાં એકબીજાને પેરેલલ સાથ આપી સુંદર વર્ગ કરેલ છે ત્રણેયની કેમેસ્ટ્રી બહુ મજાની છે ‘જીજા સાલા અને જીજા’ આ સંબંધો દુનિયામાં એવા છે ને કે, એની મજા જ કંઈ ઓર છે. પણ ક્યાંક ક્યાંક બોલવામાં એક બીજાનું રિસ્પેક્ટ રાખવું પડે, કોમેડી માટે લખાણ અને ટાઇમીગ બહુ સરસ છે લોકોને છેક સુધી ઝકડી રાખે છે.
કોમેડી સાથે ખલનાયકના પાત્રમાં જય પંડ્યા સાથે મિનિસ્ટરના પાત્રમાં દીપેન રાવળ, આ લોકો પણ પોતાના પાત્ર સાથે કોમેડી પીરસી જ રહ્યા છે. અભિનેત્રી તરીકે ઉર્વશી હરસોરા, ક્રિના પાઠક, કોમલ પંચાલ આ લેડીઝ પાત્ર પણ પોતાના પાત્રને અનુરૂપ પરફેક્ટ કાર્ય અને સાથ આપેલ છે. એક સુંદર મજાના પાત્રમાં ઇસ્પેક્ટરના રોલમાં પહેલીવાર ફિલ્મમાં મોટા પડદે ખુશ્બુ ત્રિવેદી ઇન્સ્પેક્ટરના પાત્રમાં સરસ રોલ નિભાવી જાય છે, જોકે આ હાસ્ય રસ અને કડક ઓફિસરના રોલમાં સરસ કામ છે. પ્રોફેશનલ ડોક્ટર હોવા છતાં તેમના મોડલીગ અને થિયેટર કરેલ છે. ટીમલી કરીને એક અદભુત નાટક હતો જેમાં એમનો એક મુખ્ય રોલ પણ છે.. આગળની જર્ની માટે શુભેચ્છા.
કંજૂસ પ્રોફેસરના પાત્રમાં રાગી જાની થોડી દાદ વધુ મેળવી જાય એવું ક્યારેક લાગે. તુષાર સાધુ ફક્ત ચોકલેટી હીરો નથી પણ પોતાના દરેક શેડમાં વિવિધતા લાવવાનો કમ્પ્લીટ પ્રયાસ હોય છે. છેલ્લે ફિલ્મનો માસ્ટર ટોક, જે અગાઉ ફિલ્મમાં હતો સોંગ, અહીંયા પણ એ જ જોરદાર સોંગ રાકેશ બારોટના સ્વરમાં અને માનવ રબારીના શબ્દોથી લખાયેલ સોંગ ફિલ્મનું હિટ સોંગ છે, મોજે મોજ રોજ રોજ.. હો કાલીયો.. હિટ સોન્ગ્સ પણ ક્લાઈમેક્સની બદલે જો વચ્ચે આવ્યું હોત તો લોકોને વધારે મજા આવે કેમ કે, ઘણા બધા લોકો રાહ જોતા હતા કે, આ સોંગ ક્યારે આવશે સોંગમાં મયુર ચૌહાણ અને હેમાંગ શાહ પણ એક કેમીઓ તરીકે જોવા મળશે. બોનસમાં..
ટેકનિકલ રીતે પણ અને એડિટિંગની રીતે પણ પરફેક્ટ ફુલ ફેમિલી સાથે જોવાલાયક કોમેડી ફિલ્મ, હળવી ફૂલ કોમેડી સાથે કોઈપણ પ્રકારના દ્વિઅર્થી સંવાદો નથી એક સુંદર અને સ્વચ્છ કોમેડી ફિલ્મ છે જે મોટા પરિવાર સાથે પણ માણી શકાય અને પૂરી સોસાયટી સાથે પણ માણી શકાય. તેવી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે સંજય સોની અને કૃપા સોની…. તથા વ્રજ ફિલ્મ, તમામને આટલું સુંદર કોમેડીથી ભરપુર એવો થાળ પીરસવા બદલ અભિનંદન..
ટૂંકમાં પૈસા વસૂલ ફિલ્મ ફરીથી એકવાર ફિલ્મ સાથે જોડાયેલ તમામ અને ટેકનિકલ વર્ક કરનાર પણ તમામ દરેકને ખૂબ ખૂબ અભિનંદન…..
મહેમાનોની જવાબદારી અને ફિલ્મ પૂરી થયા બાદ કલાકારો સાથે ઓળખાણ આ બધું વર્ક હિતેશભાઈ ચાવડાએ સરસ મજાનું નિભાવ્યું હતું.. જેઓ ઘણા દિવસથી ફિલ્મના કલાકાર સાથે સુંદર પ્રમોશનમાં જોડાયેલા હતા.