Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત દુનિયા

“THE INCREDIBLE PEOPLE SEASON 7”માં અક્ષય ખત્રી ગુજરાત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સર્વપ્રથમ વ્યક્તિ

પોતાના પ્રદર્શનમાં અક્ષય ખત્રીએ કેલ્ક્યુલેટરની ક્ષમતાની બહારની ગણતરી કરીને તમામ નિર્ણાયકોને, પ્રવક્તા તથા તમામ દર્શકોને અચંબિત કરી દીધા હતા.

મોસ્કો,
ખુબ જૂજ લોકોને પોતાના કૌશલ્ય કહેતા ટેલેન્ટને રજુ કરવા માટેનું એક મંચ મળી શકે છે અને એમાં પણ રાષ્ટ્રીય કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના મંચ સુધી તો ખુબ જ ઓછા લોકો પહોંચી શકે છે. ગુજરાતનો એક યુવાન, ગણિતજગતમાં વૈશ્વિક કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં સફળ રહ્યો.

રશિયાના એક ટેલિવિઝન શૉ “THE INCREDIBLE PEOPLE SEASON 7” જે RUSSIA 1 ચેનલ ઉપર હોસ્ટ કરવા આવે છે તેમના દ્વારા ગુજરાતના મી. કેલ્ક્યુલેટર તરીકે જાણીતા અક્ષય ખત્રીને આમંત્રણ આપવામાં આવ્યું. સમગ્ર વિશ્વના ઘણા બધા દેશોમાંથી અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોને પોતાની કળાનું પ્રદર્શન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં અક્ષય ખત્રી ગુજરાત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સર્વપ્રથમ વ્યક્તિ હતા.

પોતાના પ્રદર્શનમાં અક્ષય ખત્રીએ કેલ્ક્યુલેટરની ક્ષમતાની બહારની ગણતરી કરીને તમામ નિર્ણાયકોને, પ્રવક્તા તથા તમામ દર્શકોને અચંબિત કરી દીધા હતા. કેલ્ક્યુલેટર સામાન્ય રીતે પ્રશ્નો ઉપરથી જવાબ બતાવવાની ગણતરી કરી શકે છે, પરંતુ અક્ષય ખત્રીએ પોતાના પ્રદર્શનમાં ઉત્તર ઉપરથી પ્રશ્ન કહીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલું જ નહિ પરંતુ, રિવર્સ મલ્ટિપ્લિકેશનની સાથે સાથે ૧૦૦૦ કરોડ કરતા વધુ ઘડિયા, અને રિવર્સ પરસેન્ટેજનું પણ સફળતા પૂર્વક પ્રદર્શન કર્યું હતું.

INCREDIBLE PEOPLE SHOW એ રશિયાનો ખુબ જ પ્રખ્યાત શૉ છે અને આ શૉમાં ભારતનું પ્રભુત્વ કરવા માટે શ્રી અક્ષય ખત્રીની પસંદગી ઍ સમગ્ર ગુજરાત અને અંતતઃ સમગ્ર ભારત માટે ખુબ જ ગર્વની વાત છે.

 

(જી.એન.એસ)