Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૦ : ગુજરાતના મહાન સૂફીસંત “હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી” (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)નું નામ નબિએ પાક (સલલ્લાહો અલયહે વસલ્લમ)ની બશારત મુજબ મુહમ્મદ રાખવામાં આવ્યો હતો.

હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)નું મુબારક નામ સૈયદ મુહમ્મદ છે.
આપ હઝરત કુતબે આલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મઝલા (વચેટ)ના પુત્ર છે. આપ હઝરત જહાનિયા જહાંગશ્ત (રેહ્મતુલ્લાહ અલૈહ)ના વંશજમાંથી છે.

હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)એ જાહેર ઉલુમો (ઇલ્મ) હઝરત સિરાજુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસેથી હાંસિલ કર્યા હતા. બાતિની ઉલુમો પોતાના વાલિદ હઝરત કુતબે આલમ (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસેથી હાસિલ કર્યા અને આપ પોતાના વાલિદ હઝરત કુતબે આલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના જ મુરીદ અને ખલીફા હતાં. આપનું નામ નબિએ પાક (સલલ્લાહો અલયહે વસલ્લમ)ની બશારત મુજબ મુહમ્મદ રાખવામાં આવ્યો. જ્યારે હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)ની ઉમર ૧૭ વર્ષની થઇ તો સિલસિલએ મગરીબિયાની નેઅમત તથા ખિર્કો જે હઝરત જહાનિયા જહાંગશ્ત (રેહ્મતુલ્લાહ અલૈહ)નો ખીરકો જે હઝરત ગંજ બખ્શ ખટ્ટૂ (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસે અમાનત રૂપે હતો તે આપને હઝરત ગંજ બખ્શ ખટ્ટૂ (રેહ્મતુલ્લાહ અલૈહ)એ અતા ફરમાવ્યો.

હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ) સારા લેખક પણ હતા. આપની લખેલી કિતાબો જાહેર થયેલી છે. આપે ઉમ્રભર અમદાવાદના રસૂલાબાદમાં જેને આજે શાહેઆલમ કહેવામાં આવે છે ત્યાં વસવાટ કરી લીધો ત્યાં જ આપ હજરતે પુરી જીંદગી વિતાવી. હજરતે ૬૩ વર્ષની ઉમરમાં જમાદિયુલ આખીર હી.સ. ૮૮૦ મુજબ ઈ.સ ૧૪૭૫માં વિસાલ ફરમાવ્યો.

હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મુરીદ સુલ્તાન મહમૂદ બેગડાએ આપના મઝારે પૂર અનવર પર ગુંબદ બનાવ્યો તથા આપની ખાનકાહ મહમૂદ બેગડાના ઉમરા તાજખાને બનાવ્યા. આપને પાંચ દીકરા અને ચાર દીકરીઓ હતી. આજે પણ આપનો ફેઝ જારી છે. જે તા કાયમત સુધી જારી રેહશે. આજે પણ તકલીફોમાં અને બીમારીઓમાં ઘેરાયેલા લોકો આ પાક દર પરથી ફૈઝયાબ થાય છે. હઝરત શહેઆલમ હમ શબીએ નબી (સલલ્લાહો અલયહે વસલ્લમ) છે એટલે આપની સૂરત રસુલ્લલાહ સલ્લલાહો અલયહે વસલ્લમની સુરતથી મળતી આવે છે.

“શાહેઆલમ… વલી હમ શબી-એ-નબી, ઉનકી નુરાની સુરત પે લાખો સલામ…”

હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો ઉર્ષ મુબારક વર્ષોથી ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે, વીસ દિવસ સુધી ઉજવાતા આ ઉર્સમાં દુનિયા ભરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમદાવાદ ખાતે હઝરત શાહે આલમ (રેહ્મતુલ્લાહ અલૈહ) દરગાહ શરીફની ઝિયારત માટે ઉર્સ પ્રસંગે હાજરી આપતા હોય છે. ઈસ્લામી મહિના પ્રમાણે ચાંદ દેખાતા દર વર્ષે લાડુ વહેંચવામાં આવે છે અને 15માં ચાંદથી સંદલ શરીફ, ઉર્સ, ગુલપોસી અને મહફિલે શમાં તેમજ બીબીઓનું મેળો ભરાય છે.