અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2025
વિમેન્સ વિંગના મુખ્ય હેતુઓમાં મહિલાઓ માટે શિક્ષણ અને રોજગાર વિકાસ માટે વિશિષ્ટ કાર્યક્રમો યોજવા, નવા અવસરો પ્રદાન કરવા અને ગુજરાતના દરેક શહેર અને જિલ્લામાં સશક્ત ટીમો બનાવવાનો સમાવેશ થાય છે.
“આસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ” (AMP) વિમેન્સ વિંગ, ગુજરાતની પ્રથમ કોન્ફરન્સ ક્રિસેન્ટ હાઈસ્કૂલ, જુહાપુરા, અમદાવાદ ખાતે ખૂબ જ ઉત્સાહભેર યોજાઈ હતી. જેમાં ગુજરાતના 14 જિલ્લાઓમાંથી 100થી વધુ બહેનો હાજર રહી હતી. આ કાર્યક્રમ AMP વિમેન્સ વિંગ દ્વારા મહિલાઓના શિક્ષણ, રોજગાર અને સશક્તિકરણ માટે કરવામાં આવતા પ્રયત્નોનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.
AMP વિમેન્સ વિંગમાં અત્યાર સુધી 700થી વધુ બહેનો જોડાઈ ચુકી છે, જેમાં 250+ શિક્ષિકાઓ, 50+ મેડિકલ ડોક્ટરો, 50+ વકીલો અને 300+ અન્ય પ્રોફેશનલ તેમજ ગૃહિણી બહેનોનો સમાવેશ થાય છે. વિમેન્સ વિંગના મુખ્ય હેતુઓમાં મહિલાઓ માટે શિક્ષણ અને રોજગાર વિકાસ માટે વિશિષ્ટ કાર્યક્રમો યોજવા, નવા અવસરો પ્રદાન કરવા અને ગુજરાતના દરેક શહેર અને જિલ્લામાં સશક્ત ટીમો બનાવવાનો સમાવેશ થાય છે.
આ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે રૂબીનાબેન મન્સૂરી (ડેપ્યુટી મામલતદાર, સુરત), અતિથિ વિશેષ મદીહાબેન પઠાણ (ક્લાસ-2 ગવર્મેન્ટ ઓફિસર) અને એએમપી વિમેન્સ વિંગના સ્થાપક ઈદરીશભાઈ મુસા (AMP ગુજરાત સ્ટેટ હેડ) ઉપસ્થિત રહ્યા અને મહિલાઓના વિકાસ માટે AMP વિમેન્સ વિંગના ભવિષ્યના આયોજન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કુરાને પાકની તિલાવત પ્રોફેસર સફિયા વ્હોરા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆતમાં રેહનુમા દાદાનીએ સ્વાગત પ્રવચન આપ્યું, ત્યારબાદ સુમૈયા હસીબે વિમેન્સ વિંગના પ્રથમ વર્ષના કાર્યક્રમોની જાહેરાત કરી હતી. હંમેશાની જેમ, મહિલાઓ માટે સશક્તિકરણ અને માર્ગદર્શન પર ભાર મુકવામાં આવ્યો, જેમાં પ્રેરણાદાયી ભાષણો અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની અંતમાં ડો. કુલસુમ મેમને આભાર વિધિ કરી હતી અને પ્રોફેસર સફિયા વ્હોરા દ્વારા દુઆ કરાવીને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમની સફળતા માટે ઈમ્તિયાઝભાઈ શેખ, ડૉ. સોહીલ કાદરી, સિરાજભાઈ ખલીફા, નઝીરભાઈ પટેલ, મુક્તિયાર શેખ, મુસ્તકીમભાઈ શેખ, જાવેદ કુરેશી, ફેશલ કુરેશી, કબીરભાઈ, સલમાબેન ખોખર, દાહોદથી સિદ્દીક સર, મુસ્તાક પટેલ અને સમગ્ર AMP ગુજરાત ટીમનું વિશેષ યોગદાન રહ્યું હતું. ક્રેસન્ટ હાઈસ્કૂલ દ્વારા ઓડિટોરિયમ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના માટે AMP વિમેન્સ વિંગ દ્વારા ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.
– સફિયા વોહરા, સ્ટેટ સેક્રેટરી, AMP વિમેન્સ વિંગ, ગુજરાત