Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં ગ્રેટ ગાલા બિઝનેસ કોન્કલેવ એન્ડ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya)

આ એવોર્ડ ફંકશનમાં ઉદ્યોગ સાહસિકોને એન્ટ્રિપ્રેનેર ટાલ્ક ગ્લોબલ સ્ટાર એવોર્ડ ૨૦૨૪થી સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ,તા.૨૩ 

શહેરના વસ્ત્રાપુર ખાતે  ધ એન્ટ્રિપ્રેનેર ટાલ્ક શો અમદાવાદ આયોજિત ગ્રેટ ગાલા “બિઝનેસ કોન્કલેવ એન્ડ એવોર્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંકશન વુમન સ્ટાર્ટ અપ બિઝનેસ પ્રોફેશનલ ઉદ્યોગ સાહસિકને મોટીવેશનલ પ્રેરક એક એન્ટરલુંનિયર ટોક આપવામાં આવી હતી.

ફાઉન્ડર હરિનભાઈ પરીખ દ્વારા આયોજિત એવોર્ડ ફંકશન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 35થી વધુ ઉદ્યોગ સાહસીકોએ અલગ અલગ વ્યવસાયમાં કામગીરી બદલ આયુષી ધોળકિયા ફેમીના મિસ ઈન્ડિયા 2024 સેકન્ડ રનરઅપ દ્વારા દરેક ઉદ્યોગ સાહસિકોને એન્ટ્રિપ્રેનેર ટાલ્ક ગ્લોબલ સ્ટાર એવોર્ડ ૨૦૨૪થી સન્માનિત કરવામાં આવ્યા હતા.