આ ૨૨ વર્ષના બેટ્સમેને બીજી ઈનિગ્સમાં એટલો શાનદાર શોર્ટ માર્યો કે, તેના ફોટો હવે વાયરલ થઈ રહ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ભારતની બીજી ઈનિગ્સમાં યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન શાનદાર છે તેની ચર્ચા ચારે બાજુ પર થઈ રહી છે. તેણે ઈંગ્લેન્ડના બોલર પર કાઉંટર અટેક કર્યો અને જેમ્સ એન્ડરસનથી લઈ માર્ક વુડ અને ટોમ હાર્ટલ સૌને હંફાવી દીધા હતા. ૧૦૪ રનના સ્કોર પર યશસ્વીને કમરમાં દુખાવો થતાં રિટાયર્ડ હર્ટ થયો હતો.
આ ૨૨ વર્ષના બેટ્સમેને બીજી ઈનિગ્સમાં એટલો શાનદાર શોર્ટ માર્યો કે, તેના ફોટો હવે વાયરલ થઈ રહ્યા છે. રિટાયર્ડ હર્ટ થતા પહેલા યશસ્વી જયસ્વાલે ૧૩૩ બોલમાં ૧૦૪ રન બનાવ્યા હતા, પોતાની આ ઈનિગ્સમાં ૪ ચોગ્ગા અને ૫ સિક્સ ફટકારી હતી. તેણે આ મેચમાં પહેલી સિક્સ બીજી ઈનિગ્સમાં ૨૭મી ઓવરમાં જેમ્સ એન્ડરસનના ચોથા બોલ પર ફટકારી હતી. ત્યાર બાદ તેણે ટોર્મ હાર્ટલની ૨૮મી ઓવરના છેલ્લા ૨ બોલ પર ૨ સિક્સ ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલે ચોથી સિક્સ ૩૧મી ઓવરમાં રેહાન અહમદના બોલ પર ફટકારી હતી. આ શોર્ટ એટલો શાનદાર હતો કે, સીધો ઈંગ્લેન્ડના ડગઆઉટમાં ગયો હતો. ડગઆઉટમાં રાખેલી ખુરશી પર પડતા ખુરશીના પાયા તુટી ગયા હતા. જે ફોટો વાયરલ થઈ રહ્યા છે.