Safeer News

Breaking News from Ahmedabad

દેશ

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અસદુદ્દીન ઓવૈસીના જાેરદાર વખાણ કર્યા

“તેલંગાણાના ૧૭ સાંસદોમાં માત્ર ઓવૈસી જ ગરીબોનો અવાજ ઉઠાવે છે”

ઓવૈસીની પ્રશંસા કરતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, ગરીબ લોકો, ખાસ કરીને લઘુમતી, દલિતો અને આદિવાસી લોકો વતી ઓવૈસી લોકસભામાં જે અવાજ ઉઠાવી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે.

તેલંગાણા,તા.૧૫
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શનિવારે હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીની ખુબ પ્રશંસા કરી હતી. તેમને રાજ્યના એકમાત્ર એવા નેતા તરીકે પણ વર્ણવવામાં આવ્યા હતા જે ગરીબોનો અવાજ બને છે.

સીએમ રેવંત રેડ્ડી અને અસદુદ્દીન ઓવૈસી પૈગંબર મોહમ્મદ સાહેબ પર લખાયેલા પુસ્તકના વિમોચનનો ભાગ હતા. આ અવસરે સીએમ રેડ્ડીએ કહ્યું કે, પૈગંબર મોહમ્મદ સાહેબે જે કંઈ કહ્યું, ગીતામાં જે કંઈ કહ્યું, બાઈબલમાં જે પણ કહ્યું, આ બધાનો અર્થ માત્ર એક જ છે કે, આપણે બધાએ આ દેશને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરવું જાેઈએ. આ વિશ્વને શાંતિથી રાખવા માટે કામ કરો. તેમણે કહ્યું, આપણે એ કામ વિશે વિચારવું જાેઈએ જે કેટલાક લોકો ઝેર ફેલાવવાનું કરી રહ્યા છે.

સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પ્રશંસા કરતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, ગરીબ લોકો, ખાસ કરીને લઘુમતી, દલિતો અને આદિવાસી લોકો વતી ઓવૈસી લોકસભામાં જે અવાજ ઉઠાવી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે. ક્યારેક જ્યારે અસદુદ્દીન કોંગ્રેસ વિરુદ્ધ બોલતા ત્યારે મને સારું લાગતું કારણ કે, તે અમારા ભાઈ હતા જે અવાજ ઉઠાવતા હતા, જાે તે અમારી વિરુદ્ધ બોલતા હોય તો તેનો અર્થ એ નથી કે, તે અમારા દુશ્મન છે. કેટલીકવાર ભૂલો થઈ શકે છે, જરૂર છે તે ભૂલોને સુધારવા માટે મજબૂત વિરોધ કરવો.

અસદુદ્દીન ઓવૈસીને ગરીબોનો અવાજ ઉઠાવનાર નેતા ગણાવતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, આજે તમે જુઓ, લોકસભામાં જનતાનો અવાજ બનનાર લોકોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે અને ઝેર ફેલાવનારા લોકો વધી ગયા છે. તેમણે આગળ કહ્યું કે, પહેલા તેલંગાણામાં જયપાલ રેડ્ડી જેવા લોકો હતા જેઓ ગરીબો માટે અવાજ ઉઠાવતા હતા, પરંતુ હવે તેમાંથી ઘણા ઓછા છે, વધુ બિઝનેસ લોકો આવી ગયા છે.

સીએમએ કહ્યું, તેલંગાણામાં ૧૭ સાંસદ છે, જેમાંથી બેરિસ્ટર અસદુદ્દીન એકમાત્ર એવા નેતા છે જે સંસદમાં ગરીબો માટે બોલે છે. ચૂંટણીનો ઉલ્લેખ કરતાં સીએમએ કહ્યું કે, અસદુદ્દીન સાહેબે અમને ચૂંટણીમાં સમર્થન આપ્યું, તેમણે અમને સમર્થન ન આપ્યું તે અલગ વાત છે, ચૂંટણી સમયે અમે અમારી રીતે ચૂંટણી લડીએ છીએ અને તેઓ તેમની રીતે લડે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી, હૈદરાબાદના કરોડો લોકોના વિકાસ માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. જાે આપણે અલગ બેસીને અલગથી વિચારીએ અને કંઈક કરીએ તો આ શહેરનું નામ કલંકિત થઈ જાય.

 

(જી.એન.એસ)