Safeer News

Breaking News from Ahmedabad

Sports રમતગમત

Team India Squad : BCCIએ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળ્યુ સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. જ્યારે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે.

જો કે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને દીપક ચહરને T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈ પણ વર્લ્ડ કપની ટીમમાં નથી. જોકે આ તમામ ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં ઉમેરવામાં આવ્યા છે.

વર્લ્ડ કપની ટીમમાં ચાર ફાસ્ટ બોલરોને સ્થાન મળ્યું છે

BCCIએ 2022 T20 વર્લ્ડ કપની ટીમમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કર્યો છે. તેમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ છે. સાથે જ આ ટીમમાં રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સ્પિન વિભાગ સંભાળશે.

કાર્તિક અને પંત બંનેને સ્થાન મળ્યું

ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને 2022 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય દીપક હુડ્ડા પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. બીજી તરફ કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી મળી છે.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત , દિનેશ કાર્તિક , હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ , અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય પ્લેયર્સ – મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર

ઓસ્ટ્રેલિયા સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, R. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (c), KL રાહુલ (vc), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ , અર્શદીપ સિંઘ , મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *