Safeer News

Breaking News from Ahmedabad

Sports રમતગમત

Team India For T20 World Cup : ટી-20 વર્લ્ડકપ ટીમમાં આ પ્લેયર્સનો સમાવેશ ના કરતા મોહમ્મદ અઝહરુદ્દીન ભડક્યો

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કોઈ ચોંકાવનારું નામ સામે આવ્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન આનાથી નારાજ છે.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કોઈ ચોંકાવનારું નામ સામે આવ્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન આનાથી નારાજ છે. મોહમ્મદ અઝહરુદ્દીને ટીમમાં શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીને સામેલ કરવાની માંગ કરી છે.

સોમવારે BCCI દ્વારા T20 વર્લ્ડ કપની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ અઝહરુદ્દીને ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે, શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીને મુખ્ય ટીમમાંથી પડતા મુકવામાં આવતા જોઈને હું ચોંકી ગયો. પૂર્વ કેપ્ટને કહ્યું કે, શ્રેયસ અય્યરના સ્થાને દીપક હુડા અને મોહમ્મદ શમીના સ્થાને હર્ષલ પટેલને સ્થાન મળવું જોઈતું હતું. આ વખતે T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે, મુખ્ય ઈવેન્ટ 16 ઓક્ટોબરથી રમવાની છે જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.

ટીમની વાત કરીએ તો મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2021માં ટીમનો ભાગ હતા, પરંતુ ત્યારથી T20 ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મોહમ્મદ શમીએ ટી20 વર્લ્ડ કપ પછી એકપણ ટી20 મેચ રમી નથી.

હર્ષલ પટેલે IPLમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાની T20માં જગ્યા બનાવી લીધી છે. ઈજાના કારણે તે એશિયા કપ રમી શક્યો ન હતો, પરંતુ એવું માનવામાં આવતું હતું કે એકવાર તે ફિટ થઈ જશે તો તે T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નિશ્ચિત કરશે.

T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *