વીડિયોના આધારે બાળકીના માતા પિતા સુધી મહિલાઓ પહોંચી હતી જ્યાં બાળકીના માતા-પિતાને રીક્ષા ચાલકની કરતૂતનો વિડીયો બતાવ્યો હતો
અઠવા પોલીસે નરાધમ રીક્ષા ચાલક વિરૂધ ગુનો નોંધી ધરપકડ કરી
સુરત,
સુરતના નાનપુરા વિસ્તારમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ખુદ તેના જ સ્કૂલ રીક્ષા ચાલક દ્વારા શરૂઆતમાં અડપલાં કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું.
આ ઘટનામાં એક સ્થાનિક મહિલા દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો. જાે કે, જે તે સમયે વીડિયોમાં આરોપીનો ચેહરો સ્પષ્ટપણે આવ્યો ન હતો ત્યારબાદ ફરીથી સ્થાનિક મહિલાએ સર્તકતા રાખી જ્યારે આ રીક્ષા ચાલક બાળકીને દુષ્કર્મ માટે લઈ ગયો ત્યારે આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તેના માતા પિતા સુધી આ મહિલાઓ પહોંચી હતી. આ ઘટનામાં માતાપિતાની ફરિયાદના આધારે અઠવા પોલીસે નરાધમ રીક્ષા ચાલક વિરૂધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
સુરતના નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને દસ દિવસ અગાઉ એક જ ચોકાવનારી ઘટના જાેવા મળી હતી. રીક્ષામાંથી ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ૪૦ વર્ષીય નરાધમ દ્વારા અડપલા કરવામાં આવી રહ્યા હતા જે જાેઈને મહિલા ચોકી ગઈ હતી. નરાધમને ખુલ્લો પાડવા મહિલાએ વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકી સાથે અધમ કૃત્ય આચરનારનો ચેહરો ક્લિયર દેખાતો ન હોવાથી મહિલાએ વિડીયો ઉતારવાનું ટાળ્યું હતું. પરંતુ મહિલાએ એપાર્ટમેન્ટમાં રહેતી બેથી ત્રણ મહિલાને સમગ્ર બાબતથી વાકેફ કરી હતી અને વોચ રાખવાનું શરૂ કર્યું હતું. બે દિવસ બાદ ફરીથી રીક્ષા ચાલક નરાધમ દ્વારા આ બાળકીને ફરી પોતાની વિકૃતિ સંતોષી રહ્યો હતો જેથી મહિલાઓએ ચાલાકી પૂર્વક નરાધમની કરતુતનો ચોરી છુપીથી વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ વીડિયોના આધારે બાળકીના માતા પિતા સુધી મહિલાઓ પહોંચી હતી જ્યાં બાળકીના માતા-પિતાને રીક્ષા ચાલકની કરતૂતનો વિડીયો બતાવ્યો હતો જે વિડિયો જાેતાની સાથે જ માતા પિતાના પગ નીચેથી જમીન સરકી પડી હતી.
વિડીયોના આધારે માતા-પિતા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં નરાધમ અખ્તર મનિયાર નામના રીક્ષા ચાલક વિરોધ ગુનો નોંધાવ્યો હતો જે ફરિયાદના આધારે પોલીસએ નરાધમ રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. બાળકીની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે રિક્ષાચાલક અવાર નવાર બાળકીને ધમકી આપતો હતો કે, જાે આ વાતની જાણ કોઈને કરશે તો તેને સળગાવી દેશે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલામાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
(જી.એન.એસ)