શિવ આર્ટ પ્રોડક્શન અને સાહેબ મલિક પિક્ચર્સ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ “આંગણવાડી”નું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા)
બાળકોને અનહદ પ્રેમ અને સંસ્કાર આ “આંગણવાડી”માંથી મળે છે અને આગળના ભણતરને મજબૂત પાયો બનાવવા માટે આજના યુગમાં પણ “આંગણવાડી” ભણવું ખૂબ જરૂરી છે
અમદાવાદ,તા.24
ગઈકાલે એક સુંદર મજાની ફિલ્મ આંગણવાડીનું ગ્રાન્ટ પ્રીમિયર યોજાયું હતું. આગ ઝરતી ગરમી હોવા છતાં પણ ચારે ચાર થિયેટર હાઉસફુલ હતા, ઘણા બધા આમંત્રિત મહેમાનો સાથે કલાકારો સાથે મેયર શ્રી પણ હાજર રહ્યા હતા.
તો આવો જાણીએ ફિલ્મ વિશે…
ફિલ્મમાં ત્રણ પ્રોડ્યુસર છે, સાહેબ મલિક, વૈદેહી દેસાઈ અને શીતલ પટેલ આટલો નાજુક અને સરસ વિષય લેવાનો અને એના ઉપર ફિલ્મ બનાવવી એટલે ફાઇનાન્સર તો વઘુ જોઈએ જ ત્રણ પ્રોડ્યુસરોએ ભેગા મળીને આ ફિલ્મ બનાવી છે. ડિરેક્ટર તરીકે દેવેસ રાવળે પોતાનુ ઉત્કૃષ્ઠ કામ આપ્યું છે, શિવ આર્ટ પ્રેઝન્ટ અને સાહેબ માલિક પિક્ચર્સ પ્રેઝન્ટ એટલે “આંગણવાડી”એ ધમાકેદાર શરૂઆત કરી છે.
થોડી ફિલ્મની વાત કરીએ તો “આંગણવાડી” ફિલ્મમાં ઇન્ટરવલ સુધીની મુખ્ય ભૂમિકામાં મોરલીબેન પટેલ થિયેટરના મંજાયેલા આર્ટિસ્ટ, ઘણી બધી સીરીયલ અને ફિલ્મોનો અનુભવ આ બધાનો નીચોડ અહીંયા દેખાઈ આવે છે, એક એવી ભૂમિકા છે એવું લાગે કે, એમના માટે જ લખાયેલી છે, ફિલ્મની સ્ટોરી બહુ જલદીથી ચાલુ થઈ જાય છે, ખોટો સમય બગાડ્યા વગર એ વાત મને બહુ ગમી ગઈ, સીધી સાદી સ્ટોરી છે નાનકડા ગામમાં પોતાને ગમતું કામ કરવામાં આનંદ આવે, એવી રીતે “આંગણવાડી” ગોમતી કાકી ચલાવે છે અને આખા ગામના ગોમતી કાકી બની જાય છે. બાળકોને અનહદ પ્રેમ અને સંસ્કાર આ “આંગણવાડી”માંથી મળે છે અને આગળના ભણતરને મજબૂત પાયો બનાવવા માટે આજના યુગમાં પણ “આંગણવાડી” ભણવું ખૂબ જરૂરી છે, પણ ગામના સરપંચનો દીકરો ડોક્ટર હોવાથી એ જગ્યાએ એને તોડી પાડી અને હોસ્પિટલ બનાવવાની તૈયારી કરે છે અને 15 દિવસમાં આંગણવાડી તોડી પાડવાનું પંચાયત નક્કી કરે છે. ત્યાં જ એક યંગ એવો છોકરો ભાવિક ભોજક જે ગામડામાં રીલ બનાવવા આવ્યો હોય છે. આમ તો એમની બેનનું સાસરુ હતું, ભાણીયાની સાથે આખું ગામ મામા મામા કહેતું હોય છે. એ “આંગણવાડી” ગોમતી કાકી સાથે ઇન્ટરવ્યૂ ગોઠવે છે, અને સોશિયલ મીડિયા અને રીલના માધ્યમથી “આંગણવાડી” બચાવવાનું કામ ચાલુ કરે છે, હવે જોવાનું એ છે કે, સોશિયલ મીડિયા કેવું કામ કરે….
નવા પ્રતિભાશાળી હિરોઈન પૂજા દોશી છે, જેમની આ ગુજરાતી ફિલ્મની રજૂઆત પહેલી છે. આમ તો અગાઉ એક બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલ છે, એમ તેઓ જણાવે છે. પૂજા દોશી આ નાનકડી સ્કૂલમાં એક ટીચર છે અને આ ગામમાં રીલ બનાવવા આવેલ યુવકની સાથે મળીને “આંગણવાડી” બચાવવામાં સાથ આપે છે.
વેકેશન છે એટલે બાળકો સાથે સુંદર મજાની સંસ્કારી ફિલ્મ જોવા પહોંચી જાઓ, આગળ શું થયું “આંગણવાડી” બચી કે નહીં, ગોમતી કાકી આ “આંગણવાડી” બચાવવામાં ટેન્શનમાં બેભાન થઈ જાય છે, ત્યારબાદ એ બચી ગયા કે નહીં..? સરપંચ પોતાની હોસ્પિટલ બનાવવામાં કામયાબ થયા કે નહીં..? આવા ઘણા બધા સવાલોના જવાબ મેળવવા માટે આપણે ફિલ્મને જોવા થિયેટર સુધી જવું જોઈએ. આપણી ભાષાની ફિલ્મ છે મહેરબાની કરીને થિયેટરમાં જવાનું પસંદ કરશો તો આગળ લોકોને આવા વિષયો પર ફિલ્મ બનાવવાનું ઝોમ મળશે.
થોડી વાત ભાવિકભાઈની કરીએ તો પોતાની સ્ટાઇલમાં છકડો લઈને એન્ટ્રી બતાવી છે, સાઈડના બંને મિરરમાં પોતાની એન્ટ્રી, કોઈપણ મોટા સ્ટારની કોપી નહીં કરતા પોતાની સ્ટાઇલમાં એક અલગ દેખાવામાં હંમેશા સફળ રહ્યા છે. એમની સ્પીચ અને ડાયલોગ ડિલિવરીની એક પોતાની સ્ટાઈલ છે, જે કોઈની પણ યાદ ના આવે પણ આપણને યાદ રહી જાય તેવી પોતાની લાગે તેવી હોય છે. આશા કરીએ આગળ જતા આપણે એમને અનેક હીટ કેરેક્ટરમાં જોઈશું. પૂજા જોશીનો બહુ સુંદર અભિનય છે એમની એન્ટ્રીને જોતા તરત જ નમ્રતા સિડોલકર અને ગાયત્રી જોશી આ બંનેની યાદ આવ્યા વગર ન રહે એમના ભાગે મળેલું કામ શ્રેષ્ઠ કરે છે. બાકી ઘણા બધા કલાકારો પણ ફિલ્મમા છે. એમણે પોતાનું શ્રેષ્ઠ અભિનય આપ્યું છે.
ચાર નાના બાળકોએ ખુબ જ સુંદર કામ કર્યું છે, તેઓની ટોળકીએ ચિચિયારી કરીને ફિલ્મના પ્રીમિયરમાં માહોલ બનાવી દીધો હતો, ફિલ્મનુ મ્યુઝિક સારું છે, નાની મોટી ટેકનિકલ એક બે ભૂલોને બાદ કરતા, ફિલ્મ એકદમ જોરદાર અને મેચ્યોર બની છે, તમામ ટેકનિકલ ટીમ અને ફિલ્મ સાથે સંકળાયેલ દરેક કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન…. સ્પેશિયલ ચાર ભૂલકાઓને એમની આગળની લાઈફ પણ આવી ઉત્કૃષ્ટ ફિલ્મોમા કામ મળે તેવા અભિનંદન, ફરી એકવાર સમાજને સુંદર ફિલ્મ આપવા માટે ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિને શુભેચ્છા..
“આંગણવાડી” ચલાવવાની જવાબદારી હવે આપણે પ્રેક્ષકોની છે એક સારું સજેશન મીડિયા માઘ્યમથી એ આપવું ગમે કે, નાના નાના અંતરિયાળ ગામડા સુધી આ ફિલ્મના શો થાય અને લોકો સુધી આ ફિલ્મ પહોંચે. અમુક જે નાના નાના નાટકોના શો થાય છે, એમાં અમુક આવી સારી ફિલ્મોનો પણ સમાવેશ થવો જોઈએ તો લોકો ગ્રુપમાં સારું મનોરંજન મેળવી શકે.
મીડિયા મિત્ર તરીકે અમને આમંત્રણ હતું, સ્પેશિયલ આભાર પ્રજ્ઞેશભાઈ માલી જેઓએ મિત્ર તમે બધાને ભેગા કરવાનું સુંદર આયોજન કરેલ જેમની સાથે ભાવિકભાઈ પણ જોડાયેલ હતા, સેલિબ્રિટી ફોટોગ્રાફર તરીકે પણ જયેશ વોરા સારું વર્ક કરેલ, તમામ ટીમ સાથે કામ કરવાની ખૂબ મજા આવી, ફરી એકવાર તમામ મિત્રોને શુભેચ્છા સાથે અભિનંદન ⚘️
તો મળીએ આંગણવાડી થિયેટર પર…