Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ ગુજરાત

માવઠું પડતા જગતનો તાત ચિંતામાં, હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી : અંબાલાલ પટેલ

આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે.

અમદાવાદ,તા.૦૩
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી ૧૮ કલાક રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત રહેશે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, માર્ચ મહિનામાં કુલ ૩ વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે. ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે મજબૂત હોવાથી ૧૫ તારીખ સુધી તેની અસર રહેશે એવા અનુમાન છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કોઈ કોઈ ભાગોમાં ભારે પવન, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યના દરિયા કિનારાનાં વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યના કચ્છ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં પવનની ગતિ ૨૦ કિલોમીટર પ્રતિ કલાક જાેવા મળી શકે છે.

જણાવી દઈએ કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠા દ્વારકા, કચ્છ, ભુજ, અરવલ્લી, પાટણ સહિતના વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાયડુ, જીરું, વરિયાળી, મેથી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

 

(જી.એન.એસ)