Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું PVR ખાતે પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

શહેરના પીવીઆર ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું પ્રીમિયર યોજાયું હતું

Film Review Jayesh Vora
ફિલ્મનું નામ “HAHAકાર” છ ઓડી થિયેટર બુકિંગ સાથે houseful પ્રીમિયર રહ્યું હતું. મોટાભાગના દરેક કલાકારો હાજર પણ રહ્યા હતા અને આમંત્રિત મહેમાન કલાકારો પણ બધા હાજર હતા. આ ફિલ્મ એક રોડ-શો ડ્રામા ટાઈપની ફિલ્મ છે, ફિલ્મમાં ભરપૂર કોમેડી છે. સાથે સસ્પેન્સ પણ છે. પ્રતીકસિંહ ચાવડા દિગ્દર્શિત ફિલ્મ જબરજસ્ત શરૂઆત સાથે મજા પડી જાય એવી બની છે.

કલાકારોમાં મયુર ચૌહાણ, અને હેમાંગ શાહ, સાથે નવોદિત કલાકાર મયંક ગઢવી. આ ત્રણેય મિત્રોની વાર્તામાં એક કોમન જરૂરિયાત છે, રૂપિયા અને રૂપિયા કમાવવા માટે એક પછી એક ટ્રેપમાં ફસાઈ જાય છે. મયુર ચૌહાણ હર-હમેશની જેમ પોતાના પાત્રમાં ડૂબીને કામ કરે છે, મોટાભાગની ફીલ્મ તેમના નામે હીટ ફિલ્મનો રેકોર્ડ છે. સૈયર મોરી રે, કાલની સમંદર… ભયલુના પાત્રમાં મયંક ગઢવી સુંદર મજાનું કામ કરે છે, તેમની બોડી લેંગ્વેજ અને એમના કદને શૂટ થાય તેવો રોલ જબરજસ્ત નિભાવી જાય છે, તેમની ભોળપણાની એક્ટિંગ પર બોડી કામ કરી જાય છે, આગળ જતા એમની solo ફિલ્મ બને તો નવાઈ નહીં. ચેતન દૈયા નાનો પણ યાદગાર રોલ કરી જાય હંમેશની જેમ નાના રોલમાં પણ છવાયેલા રહે છે. તુષારિકા રાજગુરુ એમના ભાગે આવેલો રોલમાં જોરદાર કામ કરે છે અને પરફેક્ટ વર્ક છે. મતલબ આકર્ષક મારકણો રોલ છે.

બાકી વૈશાખ રતનબેન, હેમિન ત્રિવેદી, ચાર્મી, હિતેશ ઠાકર, પોતાના ભાગે આવેલા રોલને સંપૂર્ણ ન્યાય આપે છે. પાર્થ ભરતભાઈ ઠક્કર જબરજસ્ત સંગીત સાથે જીગ્નેશ કવિરાજ મધરો દારૂડો જબરજસ્ત છવાયેલું છે, આજકાલ ફિલ્મ પૂરી થતાં પણ પ્રેક્ષકોના મગજમાં છવાયેલું રહે છે, મજા પડી જાય એવું કામ છે, ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈ…

એક ટાઈટલ સોંગ છે વિશાલભાઈએ ગાયું છે સ્ક્રીન ઉપર આ ટાઈટલ સોંગ પણ છવાયેલું રહે છે અને મજા કરાવે છે. ટૂંકમાં ગોવિંદા સ્ટાઇલ કોમેડી ફિલ્મ છે જે રીતે ડેવિડ ધવનની કોઈપણ ફિલ્મમાં મગજ દોડાવવાનું નથી અને ફ્રેશ થઈને આવવાનું છે. આ ટાઈપની અપેક્ષા લઈને જજો તમે એકદમ મૂડમાં પાછા ફરશો તો, તે જમાવટ તમામ ફુલ ફેમિલી સાથે ફિલ્મ “હા હા કાર”માં સફર કરી. મોજ કરી આવો. પૈસા વસુલ ગેરંટી….!