વર્ષ ૨૦૨૨માં અમદાવાદમાં ભાજપના એક કાર્યકર્તાની હત્યાના કેસમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.
અમદાવાદ, તા. ૨૧
ગુરુવારે આરોપી મોન્ટુ નામદાર પોલીસના કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો આ મામલે હવે જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક પોલીસ સબ ઇન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૨માં ખાડિયા વિસ્તારમાં ભાજપના એક કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડિયા ખાતે હત્યા કેસમાં કુખ્યાત અને મુખ્ય આરોપી મોન્ટુ નામદાર કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો. આ કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આરોપી ફરાર થવા મામલે એક પીએસઆઈ બી.ડી.પરમાર અને બે કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ અને યશરાજ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જાે કે, આ બનાવમાં એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર નડિયાદની બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન, મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યારે પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અસલાલી સર્કલ પાસે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપીને આરોપી ફરાર થઈ ગયો હતો.
(જી.એન.એસ)