Safeer News

Breaking News from Ahmedabad

દેશ

વડાપ્રધાનએ ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન ડિજિટલ અરેસ્ટ વિશે માહિતી આપી

જ્યારે પણ તમને આવો ફોન આવે ત્યારે સૌથી પહેલા તમારે ડરવું જાેઈએ નહીં : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૧૫મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી અને લોકોને જાગૃત કર્યા.

PMએ કાર્યક્રમમાં એક વીડિયો બતાવ્યો જેમાં પોલીસના કપડા પહેરેલા એક વ્યક્તિ અન્ય વ્યક્તિની પૂછપરછ કરી રહ્યો છે અને આધાર કાર્ડ બતાવવાની માંગ કરી રહ્યો છે. ડિજિટલ ધરપકડ અંગે પીએમ મોદીએ કહ્યું કે, દરેક વય અને વર્ગના લોકો ડિજિટલ ધરપકડનો શિકાર બની રહ્યા છે. ભયના કારણે લોકોએ પોતાની મહેનતથી કમાયેલા લાખો રૂપિયા ગુમાવ્યા છે.

લોકોને જાગૃત કરતા પીએમ મોદીએ કહ્યું, જાે તમને ક્યારેય આવો ફોન આવે તો તમારે ડરવાની જરૂર નથી. તમારે જાણવું જાેઈએ કે, કોઈ પણ તપાસ એજન્સી ક્યારેય ફોન કૉલ અથવા વીડિયો કૉલ પર આવી પૂછપરછ કરતી નથી.

 

(જી.એન.એસ)